કરવા ચોથના વ્રતનો ઉપવાસ છોડતી વખતે અથવા પૂજામાં નૈવેદ્ય ધરાવવા માટે સ્વાદિષ્ટ શીરો અને ફૂલેલી, નરમ પૂરીનો પરંપરાગત ખૂબ જ લોકપ્રિય છે
સામગ્રી:
બારીક અથવા મધ્યમ રવો: 1 વાટકી
શુદ્ધ ઘી: 1/2 થી 3/4 વાટકી
ખાંડ: 1 વાટકી (સ્વાદ અનુસાર)
પાણી અથવા દૂધ: 3 વાટકી (ગરમ)
કેસર: 8-10 તાંતણા (2 ચમચી હૂંફાળા દૂધમાં પલાળેલા)
એલચી અને જાયફળ પાવડર: 1 નાની ચમચી
સૂકામેવા: કાજુ, બદામ, પિસ્તાની કતરણ અને કિસમિસ
બનાવવાની રીત:
1. રવો શેકવો:
કડાઈમાં શુદ્ધ ઘી ગરમ કરો અને તેમાં કાજુ, બદામ તથા કિસમિસને હળવાં તળી લો. ત્યારબાદ તેને અલગ કાઢી લો. હવે એ જ ઘીમાં રવો ઉમેરીને ધીમા તાપે સોનેરી રંગનો થાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો.
2. દૂધ અથવા પાણી ઉમેરવું:
રવો બરાબર શેકાઈ જાય પછી તેમાં ધીમે ધીમે ગરમ પાણી અથવા દૂધ ઉમેરો. સતત હલાવતા રહો, જેથી ગાંઠો ન પડે. ગરમ પાણી અથવા દૂધ ઉમેરવાથી રવો સરસ રીતે ફૂલીને નરમ બને છે.
3. ખાંડ અને કેસર ઉમેરવું:
રવો બધું પાણી શોષી લે અને નરમ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ અને પલાળેલું કેસરવાળું દૂધ ઉમેરો. ખાંડ ઓગળવા લાગે અને શીરો ઘી છોડવા લાગે ત્યાં સુધી હલાવતા રહો.
4. વરાળ આપવી:
છેલ્લે તેમાં એલચી-જાયફળનો પાવડર અને તળેલા સૂકામેવા ઉમેરો. ધીમા તાપે 1થી 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને શીરાને વરાળ આપો. તૈયાર છે સ્વાદિષ્ટ, દાણેદાર અને રસદાર રવા શીરો!
૨. નરમ અને ફૂલેલી પૂરી
સામગ્રી:
ઘઉંનો લોટ: 2 વાટકી
રવો: 1થી 2 મોટા ચમચા (પૂરીને લાંબા સમય સુધી ફૂલેલી રાખવા માટે)
તેલ અથવા ઘી: 1 ચમચી (મોણ માટે)
મીઠું: સ્વાદ અનુસાર
પાણી: લોટ બાંધવા માટે
પૂરી તળવા માટે તેલ
બનાવવાની રીત:
1. લોટ બાંધવો:
ઘઉંના લોટમાં 1થી 2 મોટા ચમચા રવો, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ગરમ તેલનું મોણ ઉમેરો. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટ વધારે નરમ ન હોવો જોઈએ, નહીં તો પૂરી વધારે તેલ શોષી શકે છે. લોટને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.
2. પૂરી વણવી:
લોટના નાના-નાના સરખા ગોળા બનાવો. દરેક ગોળાને થોડું તેલ લગાવીને મધ્યમ જાડાઈની પૂરી વણી લો. પૂરી વધારે પાતળી ન વણવી, જેથી તે સારી રીતે ફૂલી શકે.
3. પૂરી તળવી:
કડાઈમાં તેલ સારી રીતે ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં પૂરી નાખો અને ઝારાની મદદથી હળવેથી દબાવો, જેથી પૂરી સરસ રીતે ફૂલી જાય. બંને બાજુથી સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.
