૨૫મી સપ્ટેમ્બરના રોજ આનંદ અને તેજને દર્શાવનાર યલો કલરનાં વસ્ત્રો પહેરવામાં આવનાર છે.
નવરાત્રીનો રંગ બરાબર જમાઈ ગયો હશે અને શુક્રવાર, ૨૬મી સપ્ટેમ્બરે લીલા રંગનાં વસ્ત્રો પહેરવામાં આવશે. લીલો રંગ જોતાં જ આંખને ગમી જાય એવો હોય છે તે વૃદ્ધિ અને ફળદ્રુપતાને દર્શાવે છે.
વાત કરીએ શનિવારે ૨૭મી સપ્ટેમ્બરે કયા કલરનાં વસ્ત્રો પસંદ કરવા તેની. તો છઠ્ઠા નોરતે ગ્રે કલર પસંદ કરાશે. ગ્રે કલર સૌમ્ય હોય છે જે વ્યક્તિને ડાઉન-ટૂ-અર્થ રાખે છે.
સાતમે નોરતે ૨૮મીએ રવિવાર આવે છે અને આ દિવસ માટે ઓરેન્જ કલરની પસંદગી કરવામાં આવી છે. ઓરેન્જ કલર શાંતિ તેમ જ જ્ઞાનનું પ્રતીક છે.
માના આઠમે નોરતે (Shardiya Navratri 2025) સોમવારે ૨૯મી સપ્ટેમ્બરના રોજ પીકોક ગ્રીન કલર છે, જે કરુણા તેમ જ તાજગીના ગુણને દર્શાવે છે.
૩૦મી તારીખના રોજ મંગળવાર આવે છે. અને છેલ્લું નોરતું પણ છે. આ દિવસે પ્રેમ, લાગણી અને જુસ્સાનું પ્રતીક એવા ગુલાબી રંગને પસંદ કરવામાં આવ્યો છે.