Shorts

Notifications

SEOC Sachet Portal: આપત્તિના સમયમાં ગુજરાતનું અડીખમ સુરક્ષા કવચ બન્યું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરગાંધીનગર: આપત્તિ ક્યારેય પૂર્વ સૂચના આપીને આવતી નથી, પરંતુ ગુજરાત સરકારે આધુનિક ટેક્નોલોજી, રિયલ-ટાઇમ સંકલન અને ઝડપી પ્રતિસાદ વ્યવસ્થાના આધારે એવું મજબૂત આપત્તિ વ્યવસ્થાપન માળખું ઊભું કર્યું છે, જે મુશ્કેલીના સમયમાં લાખો નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) રાજ્યનું મુખ્ય કમાન્ડ એન્ડ કંટ્રોલ હબ તરીકે 24 કલાક કાર્યરત રહી ભૂકંપ, વાવાઝોડું, પૂર સહિતની કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ દરમિયાન સમગ્ર તંત્રનું સંકલન કરે છે.કચ્છ ભૂકંપ બાદ વિકસાવાયું આધુનિક માળખુંવર્ષ 2001ના કચ્છ ભૂકંપ બાદ મળેલા અનુભવોને આધારે ગુજરાત સરકારે વિશ્વસ્તરીય આપત્તિ વ્યવસ્થાપન સિસ્ટમ વિકસાવી છે. આજે SEOC રાજ્યના આપત્તિ વ્યવસ્થાપનનું કેન્દ્રબિંદુ બની ગયું છે, જ્યાંથી રાજ્યભરના તમામ જિલ્લા અને તાલુકા સ્તરના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્ક જાળવવામાં આવે છે.સમગ્ર રાજ્યમાં ત્રિ-સ્તરીય નેટવર્કગુજરાતનું આપત્તિ વ્યવસ્થાપન માત્ર એક કંટ્રોલ રૂમ પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર