1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Weather Update

ગુજરાત હવામાન અપડેટ: 29 થી 31 ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

unseasonal rain
સક્રિય હવામાન સિસ્ટમ લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગામી ૬ કલાકમાં નબળી પડવાની શક્યતા છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી જશે, જેના કારણે ગુજરાત પર તેનો કોઈ સીધો પ્રભાવ જોવા મળશે નહીં.

અમદાવાદ અને તાપમાનની સ્થિતિ

 
અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે.
 

29 ઓક્ટોબરે વરસાદની આગાહી

 
રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29, 30 અને 31 ઓક્ટોબર દરમિયાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે પૈકી 29 ઓક્ટોબરે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

30 ઓક્ટોબરે વરસાદની સંભાવના

 
30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આગળનો લેખ
તહેવારી સીઝન 2026 મા કારો બંપર છૂટ, મારૂતિ, ટાટા, હ્યુંડઈ, મહિન્દ્રાની ગાડીઓ પર બચાવો ₹2.75 લાખ સુધી