અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન
અમરેલીમાં 80મા રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી પટેલે ધ્વજવંદન કર્યું હતું. અમરેલીમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના વાતાવરણ વચ્ચે યોજાઈ હતી. મુખ્યમંત્રીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિરંગો ફરકાવ્યો હતો. ઘોડા શો, ડોગ શો, બુલેટ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય હતા. અમરેલી માટે ₹૪૦૩ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરવામાં આવી હતી.
