webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. News of Gujarat

પરિણિતાએ પતિના આડા સંબંધને લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પરિણિતા
રાજકોટ શહેરમાં પરિણીતાઓ પર રોજ બરોજ ત્રાસના કિસ્સાઓ પોલીસે ચોપડે પહોંચતા હોય છે. આજે વધુ એક કિસ્સો પોલીસ સ્ટેશને આવ્યો હતો.  પરિણીતાએ પતિ, સાસુ, સસરા, કાકાજી સામે ફરિયાદ લખાવી જણાવ્યું હતું કે, મને મારા પતિએ કોઇ દિવસ પત્નીની જેમ રાખી જ નથી. મેં મારા કાકાજીને કહ્યું હતું કે, પતિને સમજાવો પરસ્ત્રી સાથે સંબંધ હોય તેવું લાગે છે, તો તેણે કહ્યું નર તો ભમરો કહેવાય તેને સારા ફૂલ સુંઘવા જોઇએ, તારે સમજીને રહેવું પડશે. ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં પિતાના ઘરે રહેતી યુવતીએ નવ મહિના પહેલા લગ્ન કર્યા હતા.

પરંતુ તેને સાસરિયા પક્ષ ત્રાસ આપવાની ફરિયાદ નોંધવામા આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજનગરમાં રહેતા પતિ, સસરા સહિત કાકાજી વિરુધ્ધ ફરિયાદ કરી છે.તેણે જણાવ્યું હતું કે, નવ મહિના પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન થયા હતા. વારંવાર સાસુ કહેતા મારા દીકરા પાસે સમય ન હોય તારે અમારી સાથે જ રહેવાનું છે. મારા પતિ ફોન અડવા નથી દેતા તેને પરસ્ત્રી સાથે સંબંધ હોય તેવું લાગે છે. વારંવાર મેણા ટોણાથી કંટાણી અંતે નવોઢા પોલીસ પાસે પહોંચી હતી. હાલ પોલીસે ફરિયાદને લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ये भी पढ़ें
CSK એ કર્યું સચિનનો અપમાન, ભડકી ગયા ફેંસ અને સંભળાવ્યુ આ ફરમાન