રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 4 મે 2018 (12:46 IST)

ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા મોટા બુટલેગરોની સંપત્તિ ED ટાંચમાં લેશેઃ પોલીસ વડા શિવાનંદ ઝા

ગુજરાતમાં પરપ્રાંતમાંથી રોજબરોજ કરોડો રૂપિયાનો દારૂ મીલિભગતથી ઘુસાડવામાં આવે છે. આ દારૂની ગેરકાયદે થતી હેરાફેરી રોકવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બીડું ઝડપ્યું છે. દારુની હેરાફેરીમાં હવે મોટા બુટલેગરોના વિરુદ્ધમાં પીએમએલએ (ધ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) ગુનો નોંધીને તેમની સંપત્તિ ઈડી (એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ) દ્વારા ટાંચમાં લેવામાં આવશે. આવા બુટલેગરો સામે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ દારુની હેરાફેરી અને ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરોની સંપત્તિ ટાંચમાં લેવા માટે ઈડીને પત્ર લખ્યો છે. રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, ચારેય શહેરોના પોલીસ કમિશનર, તમામ રેન્જના વડાઓને આવા બુટલેગરોનો મોટો જથ્થો પકડાય ત્યારે તેમની સામે અને તેમની ગેંગના બીજા બુટલેગરો સામે પણ એફઆઈઆર તેમજ ચાર્જશિટમાં નામ આવે તેની કાળજી રાખવાની સૂચના આપી છે. પીએમએલએ કાયદા હેઠળ બુટલેગરોએ દારુની કાળી કમાણીથી જે રૂપિયા ભેગા કર્યા હોય અને સંપત્તિ બનાવી હોય તેમાં બુટલેગરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની રહેશે. ઉપરાંત 20 લાખ કરતાં વધુ કિંમતનો દારુ પકડાય તેવા સંજોગોમાં તેવા કેસોની તપાસ જિલ્લાઓમાં રેન્જના વડા જ્યારે શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર સમકક્ષ અધિકારી હસ્તક દેખરેખ રાખીને કરવાની રહેશે. જો આવા કેસોમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેવું સ્વરૂપ લાગે તો તેમાં પણ પીએમએલએ કાયદાનો ઉપયોગ કરવાના આદેશો કર્યા છે. ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિવ-દમણ, હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોથી કરોડોનો દારૂ ઠલવાતો હોય છે. તેમાં હમણા સુધી ઉપર સુધી કરોડોનો વહીવટ થતો હતો તેને લાઈનનો દારૂ કહેવાય છે. આ લાઈનનો દારૂ પકડવાની હિંમત ભાગ્યે જ કોઈ અધિકારી કરતા હતા. જોકે રાજ્યના નવા ડીજીપી શિવાનંદ ઝાએ દારુની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે બુટલેગરોની સંપત્તિ જ જપ્ત કરવા સુધીના પગલા લઈ હમણા સુધી સ્થાનીક પોલીસ દ્વારા આ કાર્યવાહી થતી હતી અને પોલીસ તેમાં તોડ કરતી હતી જેથી ઈડી દ્વારા કડકાથી થાય તેવા હેતુથી આ નિર્ણય લેવાયો છે.