webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Surat Diamond Bourse

સુરત ડાયમંડ બોર્સ: “કોઈપણને ઈર્ષ્યા થાય તેવું બિલ્ડીંગ બનાવ્યું છે” – હર્ષ સંઘવી

Surat Diamond Bourse
સુરત ડાયમંડ બોર્સ ખાતે નાયબ મુખ્યમંત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હીરા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરત ડાયમંડ બોર્સની વધતી કામગીરી અને વેપાર પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
 
કાર્યક્રમ દરમિયાન રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સ એવું ભવ્ય બિલ્ડિંગ છે કે જેને જોઈને કોઈપણને ઈર્ષ્યા થાય. તેમણે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં અંદાજે 4 હજાર ઓફિસોની ક્ષમતા છે, જે ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
 
હાલ સુધીમાં અંદાજે 250થી વધુ હીરા વેપારીઓએ અહીં પોતાની ઓફિસો શરૂ કરી દીધી છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ સારું કામ થાય છે ત્યારે પગ ખેંચનારા લોકો પણ મળે છે અને ટીકા કરનારા લોકો સમયની રાહ જોતા હોય છે, છતાં વિકાસનું કામ અટકવાનું નથી.
ये भी पढ़ें
ખેલો ઇન્ડિયામાં દૂધવાળાએ ગોલ્ડ મેડલ જીત્યો, પિતાનો પડછાયો હટી ગયો