webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Surat Diamond Bourse

Surat Diamond Bourse : પેન્ટાગોનને પાછળ છોડી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ બની

Surat Diamond Bourse
સુરત શહેરે વૈશ્વિક સ્તરે ડંકો વગાડતા અમેરિકાના સંરક્ષણ મંત્રાલય 'પેન્ટાગોન'નો 80 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 67 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું સુરત ડાયમંડ બોર્સ (SDB) હવે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભવ્ય ઇમારતનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે અહીં વેપારિક પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે, જે ભારતને હીરાના વેપારમાં નવી ઊંચાઈએ લઈ જશે.
 

સુરત ડાયમંડ બોર્સમાં કુલ 4,500 ઓફિસ
 

Surat Diamond Bourse

બિલ્ડીંગની ક્ષમતા અને હાલની સ્થિતિની વાત કરીએ તો, સુરત ડાયમંડ બોર્સમાં કુલ 4,500 ઓફિસો આવેલી છે. તાજેતરના અહેવાલો મુજબ, ફેબ્રુઆરી 2026 સુધીમાં લગભગ 250 ઓફિસો સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે. ખાસ કરીને 18 ફેબ્રુઆરીના રોજ એકસાથે 100 જેટલા નવા વેપારીઓએ અહીં પોતાની ઓફિસોના શ્રીગણેશ કર્યા છે, જેનાથી બોર્સમાં કામકાજની રોનક વધી છે.
 
વેપારીઓ અને દલાલોને પ્રોત્સાહન આપવા માટે બોર્સ કમિટી દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલના જણાવ્યા મુજબ, બ્રોકર્સની મદદ માટે વોટ્સએપ હેલ્પલાઇન ગ્રુપ શરૂ કરાયું છે જેમાં 950થી વધુ સભ્યો જોડાયા છે. હાલમાં દરરોજ 600થી વધુ બ્રોકર્સ બોર્સની મુલાકાત લઈ રહ્યા છે, જે પરંપરાગત બજારમાંથી આ આધુનિક સેન્ટર તરફના સ્થળાંતરનો સંકેત આપે છે.
 
ભવિષ્યના આયોજન મુજબ, 2029 સુધીમાં સુરત ડાયમંડ બોર્સ વિશ્વનું સૌથી મોટું હીરા વેપાર કેન્દ્ર બની જશે. આ વિકાસમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પણ મહત્વની કડી સાબિત થશે, જે સુરત અને મુંબઈના હીરા બજારોને વધુ નજીક લાવશે. આધુનિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓથી સજ્જ આ બોર્સ ભારતના 92% કુદરતી હીરાના ઉદ્યોગને નવું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે.
 
ये भी पढ़ें
ગુજરાતમાં પહેલી 'મેડ ઇન ઇન્ડિયા' સેમિકન્ડક્ટર ચિપ તૈયાર! ઇઝરાયલની મુલાકાત પછી પીએમ મોદી કરી શકે છે લોન્ચ