1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Vrat Special

મીઠા વગર ની મોળી રેસીપી

gauri vrat recipe
ખારી ભાજીના થેપલા અને ભજીયા
ખારી ભાજીના થેપલા બનાવવાની રીત:

સામગ્રી:

1 બાઉલ સાફ કરેલી ખારી ભાજી, 1 બાઉલ ઘઉંનો કરકરો લોટ, 1 ચમચી ઝીણો ઘઉંનો લોટ, 2 ટી-સ્પૂન મરી પાવડર, 1 નાની વાડકી દહીં, અને મોણ તથા શેકવા માટે તેલ
 
 
રીત: એક વાસણમાં તમામ સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધો. હવે તેના લૂઆ બનાવી પાતળા થેપલા વણી લો. ત્યાર બાદ તેને તવા પર સીંગતેલ લગાવીને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

પૌષ્ટિક રેસીપી

ખારી ભાજીના ગોટા (ભજીયા):

 સામગ્રી:
1 કપ ખારી ભાજી, 2 ચમચી કરકરો લોટ, 1 કપ ઘઉંનો લોટ, મરી પાવડર, અને તળવા માટે તેલ
 
રીત: બધી સામગ્રીને થોડું પાણી ઉમેરીને ભજીયાના ખીરા જેવી ઘટ્ટ કન્સિસ્ટન્સીમાં મિક્સ કરો. ગરમ તેલમાં નાના ગોટા મૂકીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો
 
 

Vrat Special Dry fruit Chikki- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી રેસીપી

સામગ્રી:
1 કપ ગોળ
1 કપ મિક્સ ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા, અખરોટ)
1 ટીસ્પૂન ઘી
1 ટીસ્પૂન તલ (વૈકલ્પિક)
1 ચપટી ઈલાયચી પાવડર (વૈકલ્પિક)
 
સૌપ્રથમ બદામ, કાજુ, પિસ્તા અને અખરોટને નાના ટુકડામાં સમારી લો.
એક કડાઈમાં ડ્રાયફ્રૂટ્સને 2-3 મિનિટ ધીમા તાપે હળવા શેકી લો અને એક બાજુ રાખો.
હવે કડાઈમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો.
ગોળ ધીમા તાપે ઓગળવા દો. ચિક્કી માટે ગોળની ચાસણી તૈયાર થઈ છે કે નહીં તે ચકાસવા માટે થોડો ગોળ ઠંડા પાણીમાં નાખો. જો તે કઠણ થઈ જાય અને તૂટે, તો ચાસણી તૈયાર છે.
હવે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ, તલ અને ઈલાયચી પાવડર ઉમેરો અને ઝડપથી મિક્સ કરો.
આ મિશ્રણને ઘી લગાવેલી થાળી અથવા બટર પેપર પર પાથરી વેલણથી પાતળું વણી લો.
ગરમ હોય ત્યારે જ ચાકૂથી ચોરસ કે મનપસંદ આકારમાં કાપા પાડી લો.
સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી ચિક્કીના ટુકડા અલગ કરી લો.

કોપરા પાક (મીઠાઈ)

સામગ્રી: છીણેલું નાળિયેર, ખાંડ, દૂધ અને એલચી પાવડર.રીત: કડાઈમાં દૂધ અને છીણેલું નાળિયેર નાખી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો. બાદમાં ખાંડ ઉમેરીને બરાબર હલાવો. હવે મિશ્રણને ઘી વાળી થાળીમાં પાથરીને મનપસંદ આકારમાં કાપી લો.
 

કાચા કેળાનું શાક 

કાચા કેળાના ટુકડા કરી તેલમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં કેળા, હળદર અને ઉમેરી ઢાંકી નરમ થાય ત્યાં સુધી પકાવો. પછી લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર ઉમેરો. 2 મિનિટ શેકી કોથમીર નાખો અને ગરમાગરમ સર્વ કરો.

ખારી ભાજીના થેપલા

સામગ્રી: ૧ બાઉલ સાફ કરેલી ખારી ભાજી, ઘઉંનો કરકરો લોટ, મરી પાવડર, દહીં અને મોણ માટે તેલ.રીત: લોટમાં ખારી ભાજી, મરી, દહીં અને તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધો. નાની-નાની લૂઈ બનાવીને થેપલા વણી લો અને સીંગતેલ લગાવીને ક્રિસ્પી શેકી લો.
આગળનો લેખ
શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક