ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

ગુરૂવારે કરો આ પાંચ ઉપાય ગુરુના દોષ થશે દૂર

જો કુંડળીમાં ગુરૂ ગ્રહ બૃહસ્પતિથી સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે ખાસ પૂજા કરાય છે.  બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યના કારક ગ્રહ છે. 
 
1. ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત રાખો. જેમા પીળા વસ્ત્ર પહેરો અને મીઠા વગરનું ભોજન કરો. પીળા વસ્ત્ર પહેરો ભોજનમાં પીળા રંગના ભોજન સામગ્રી જેમ કે બેસનના  લાડુ , કેરી, કેળા વગેરે શામેલ  કરો. 
 
2. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટોને પીળા વસ્ત્ર પર બેસાડો. એના પછી મત્રોચ્ચારથી પૂજા કરો.   પૂજામાં કેસરિયા, ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીળા  પકવાન કે ફળ અર્પણ કરો. આરતી કરો. 
 
3. ગુરૂ મંત્રના જાપ કરો. - મંત્ર -ૐ બૃ બૃહસ્પતયે નમ: મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. 
 
4. ગુરૂ સાથે  સંકળાયેલી વસ્તુઓનું  દાન કરો. પીળી વસ્તુઓ જેમ કે સોના , હળદર , ચણાની દાળ , કેરી (ફળ) વગેરે. 
 
5. શિવજીને બેસનના લાડુના ભોગ લગાડો. 
 
આ ઉપાયોથી ધન ,સંપતિ , લગ્ન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.