બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : મંગળવાર, 4 જુલાઈ 2023 (13:48 IST)

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?

bilva patra, belpatra tree benefits
BelPatra Tree Benefit: શ્રાવણ મહીના કે કોઈ પણ શિવ તહેવાર પર શિવલિંગ પર બેલપત્ર અર્પણ કરવામાં આવે છે. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ બિલ્વપત્રના વૃક્ષનું પણ માનવામાં આવે છે. ઘરની આસપાસ કે મંદિરમાં બાલનું ઝાડ વાવીને શું થશે? 
 
ઘરની પાસે બીલીપત્રનું ઝાડ લગાવવાના ફાયદા 
- બીલીપત્રનું ઝાડને શ્રીવૃક્ષના નામથી ઓળખાય છે. તે ઘરની પાસે હોવાથી ધન=સમૃદ્ધિના યોગ બને છે. 
 
- કહે છે કે જે સ્થાને બીલીપત્રનું છોડ લાગેલુ હોય છે તે કાશી તીર્થની સમાના પવિત્ર અને પૂજનીય સ્થળા થઈ જાય છે. 
 
- બીલીપત્રનું છોડ થવાથી વ્યક્તિના પાપ કર્મ નાશા થઈ જાયા છે અને બધા સભ્યોને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. 
 
- કર્જથી મુક્તિ માટે ઉત્તર પશ્ચિમ દિશામાં લગાવો બીલીપત્રનું છોડ . 
 
- જ્યા બીલીપત્ર લાગેલુ હોય છે ત્યાંના ઘરને કોઈ પણ તંત્ર બાધાનો અસરા નથી થાય છે. 
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, બાલ છોડ નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
 
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે ઘરના સભ્યોને ચંદ્ર દોષથી મુક્ત કરે છે. માન સન્માન વધે છે.
 
- જો આ છોડને ઘરમાં લગાવવામાં આવે તો ઘરેલું ઝઘડા અને પરેશાનીઓ દૂર થાય છે.

- બિલ્વનું વૃક્ષ નિવાસસ્થાનની ઉત્તર-પશ્ચિમમાં હોય તો કીર્તિમાં વધારો થાય છે. ઉત્તર-દક્ષિણમાં હોય તો સુખ-શાંતિ વધે છે અને જો આ વૃક્ષ નિવાસસ્થાનની મધ્યમાં હોય તો જીવનમાં મધુરતા આવે છે.

મંદિરમાં બીલીપત્ર લગાવવાના ફાયદા 
 
કોઈ પણ મંદિરમાં બીલીપત્રનું ઝાડ લગાવવાથી દેવતા પ્રસન્ન થાય છે. 
બીલીપત્રનું ઝાડ લગાવવાથી વંશમાં વૃદ્ધિ હોય છે. 
ભગવાન શિવની ખાસ કૃપા મેળવવા બીલીપત્રનું ઝાડ લગાવો. 
આ ઝાડના નીચે શિવલિંગા પૂજાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 
બીલીપત્રના મૂળનું જળ તમારા કપાળ પર લગાવવાથી તમને તમામ તીર્થોનું પુણ્ય મળે છે.
ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા અને કોઈપણ મહિનાની સંક્રાંતિ પર બીલીપત્ર ન તોડવું જોઈએ.
જે વ્યક્તિ બીલીપત્ર ચડાવીને શિવ-પાર્વતીની પૂજા કરે છે, તેને મહાદેવ અને દેવી પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.

Edited By-Monica Sahu