રવિવાર, 10 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 19 ડિસેમ્બર 2018 (11:04 IST)

Vastu Tips - ઘરમાં શાંતિ માટે :બુધવારે ગણેશને ચઢાવો દુર્વા..

પારિવારિક કલેશને ક્ષણોમાં દૂર કરે છે ભગવાન ગણેશ

આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો  પરિવાર હશે જેને ગુહક્લેશની સમસ્યા ના હોય . પણ જ્યાં  સમસ્યા છે ત્યાં  ઉકેલ પણ  છે. આવા ઘરના કલેશ દૂર કરવા માટે  ભગવાન ગણેશ તમારી મદદ કરશે. 
 
જાણો શું કરીએ ઘરમાં શાંતિ માટે : - 
 
ભગવાન ગણેશને રિદ્ધી -સિદ્ધિના દાતા માન્યા છે સાથે ગૃહસ્થો પર પણ એની  ખાસ કૃપા રહે છે.કુટુંબમાં ગૃહક્લેશ રહે તો પીડિત  પતિ-પત્નીએ ગણેશજીની ઉપાસના  કરવી જોઈએ.  
 
બુધવાર ગણેશજીનો વાર માનવામાં આવે છે.  આ દિવસે ભગવાન ગણેશને વિશેષ રૂપે દુર્વા અર્પિત કરવો જોઈએ. અથવા સામાન્ય ઘાસની 11 કૂંપળો ચઢાવવી. આવું જો પતિ-પત્ની સાથે મળીને કરે તો સારું રહેશે.આ માત્ર  2-3 બુધવાર કરવાથી  ઘરમાં  શાંતિ અને લાગણીસભર નજારો તમને જોવા મળશે.  
 
આ સિવાય  ગણેશજીની મુર્તિ પર ઘાસ  સ્થાપિત થયેલ હોય એવી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરો અને આની દરરોજ પૂજા  કરો .