સંબંધિત સમાચાર
- Jaspreet Bumrah- Jaspreet Bumrah જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના સાથે સાત ફેરા લીધા
- Jasprit Bumrah Marriage : જસપ્રીત બુમરાહ કરી રહ્યા છે લગ્નની તૈયારી, આ સાઉથ ઈંડિયન અભિનેત્રીએ પણ લીધી રજા
- વિધાનસભા માં ટી શર્ટ પહેરીને આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ને અધ્યક્ષે બહાર કાઢી મુક્તા મામલો ગંભીર બન્યો
- ચેતી જાવ અમદાવાદીઓ - સિવિલમાં આવ્યો કોરોનાનો ચોંકાવનારો આંકડો, 70 ટકાથી વધુ દર્દીઓ આઈસીયુમાં દાખલ
- પતિની સામે પૂર્વ પતિના ભાઈએ 4 લોકો સાથે મળીને મહિલા સાથે કર્યુ દુષ્કર્મ
જસપ્રીત બુમરાહે સ્પોટર્સ એંકર સંજના સાથે લીધા સાત ફેરા - જુઓ PHOTO
ટીમ ઈંડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એકર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે. મુંબઈ ઈંડિયંસે પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પરથી બંનેના લગ્નના ફોટો શેયર કર્યા છે. બુમરાહે ઈગ્લેંડ વિરુદ્ધ પાંચ મેચોની ચાલી રહેલ ટી20 ઈંટરનેશનલ સીરીઝમા ભાગ લીધો નથી. ઈગ્લેંડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ પહેલા બુમરાહે ટીમમાંથી પોતાનુ નામ પરત લીધુ હતુ. બુમરાહે લગ્નની તૈયારીઓ માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. સંજનાની વાત કરીએ તો તે સ્પોર્ટ્સ એંકર છે અને સ્ટાર સ્પોર્ટ્સની સાથે જોડાયેલી છે. સંજના અને બુમરાહે થોડા સમય ડેટ કર્યા પછી લગ્નનો નિર્ણય લીધો. બુમરાહે પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર લગ્નના ફોટા શેયર કર્યા છે.
Bumrah bowled over by Sanjana
— Mumbai Indians (@mipaltan) March 15, 2021
Here's wishing love, laughter and a happily ever after for @Jaspritbumrah93 and @SanjanaGanesan ❤ #OneFamily #MumbaiIndians pic.twitter.com/tbJ3YXhN2I
જાણો કોણ છે સંજ ના ગણેશન
સંજના સ્પોર્ટ્સ એંકર હોવાની સાથે સાથે મૉડલ પણ છે. સંજના શાહરૂખ ખાનની ફેન છે અને આઈપીએલ ફ્રેંચાઈજી ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને ચીયર કરતી જોવા મળી ચુકી છે. આ ઉપરાંત તે કેકેઆર ટીમના એક શો ને પણ હોસ્ટ કરે છે. સંજના ખૂબ સુંદર છે અને સાથે જ સ્પોર્ટ્સમાં તેને ઘણો રસ છે. તે સ્ટાર સ્પોર્ટ્સનો જાણીતો ચેહરો બની ચુકી છે. સંજના સોશિયલ મીડિયા પ ર્ખૂબ એક્ટિવ રહે છે. ઈસ્ટાગ્રામ પર સંજનાના 2 લાખથી વધુ ફોલોર્સ છે.
બુમરાહની વાત કરીએ તો તેણે 2016માં ઈંટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. બુમરાહ હજુ સુધી ભારત માટે 19 ટેસ્ટ, 67 વનડે ઈંટરનેશનલ અને 49 ટી 20 મેચ રમી ચુક્યો છે. ત્રણેય ફોર્મેટમાં તેને ક્રમથી 83, 108 અને 59 વિકેટ લીધી છે.
