ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (15:23 IST)

વિધાનસભા માં ટી શર્ટ પહેરીને આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ને અધ્યક્ષે બહાર કાઢી મુક્તા મામલો ગંભીર બન્યો

ગુજરાત વિધાનસભામાં ટી શર્ટ પહેરી ને આવેલા કૉંગ્રેસ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા ના અધ્યક્ષે ગૃહની બહાર કાઢી મુક્તા મામલો ગરમાયો હતો.
ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે તયારે ધારાસભ્યોને ટી શર્ટ ના પહેરવાનો આદેશ કર્યો હતો તેમ છતાં આજે કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને ગૃહમાં આવતા અધ્યક્ષે તેમને ગૃહમાંથી નીકળી જવા અને શર્ટ પહેરીને આવવા ની સૂચના આપી હતી. પરિણામે સાર્જન્ટ એ ચુડાસમા ને ગૃહની બહાર કાઢ્યા હતા.
એટલું જ નહીં વિમલ ચુડાસમા ને ત્રણ દિવસ સુધી ગૃહની કામગીરી માંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ થતા કૉંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ઉઠ્યા હતા અને ધારાસભ્યો નું અપમાન હોવાનો આક્ષેપ કરી કેટલાક ધારાસભ્યો કાળા કપડાં પણ પહેરીને આવે છે તેમની સામે પણ પગલાં લેવા ની માંગણી કરી હતી
દરમિયાન માં વિમલ ચુડાસમા એ કહ્યું હતું કે, હું તો મતવિસ્તારમાં પણ ટી શર્ટ પહેરું છું, ફિટનેસ છે એટલે ટી શર્ટ પહેરું છું, આ વીસમી સદી છે, યુવાનો ની સદી છે.