રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : ગુરુવાર, 2 નવેમ્બર 2023 (15:37 IST)

સાઉથ આફ્રિકાની જીતે બદલી નાખ્યુ Points Table, ટીમ ઈડિયાને પણ નુકશાન, પાકિસ્તાનને ફાયદો

south africa
ODI World Cup 2023, Points Table: સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ રમાયેલી મેચને 190 રનથી જીતી. આ મુકાબલામાં મળેલી જીત સાથે પોઈંટ ટેબલમાં પણ ઘણો ફેરફાર થયો છે.  ખાસ વાત એ છે કે આ મેચના પરિણામે ફક્ત ટોપ 4 ટીમોના પોઈંટસ પર જ અસર નાખી છે.  પહેલા વાત કરીએ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની તો આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓએ સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યાં કિવિઓને 35.3 ઓવરમાં 167ના સ્કોર પર ઓલઆઉટ ક રીને  મોટા અંતરથી મેચ જીતી લીધી હતી.
 
Points Table મા થયો ફેરફાર 

 
સાઉથ આફ્રિકાની ન્યુઝીલેંડ પર મોટી જીતના કારણે પોઈંટ ટેબલની ટોપ 4 ટીમોમાં ફેરફાર થયો છે. મેચ પહેલા જ્યા ટીમ ઈંડિયા પ્રથમ અને સાઉથ આફ્રિકા બીજા સ્થાન પર હતી ત્યા હવે મેચ પછી સાઉથ આફ્રિકા 7 મેચોમાથી 6 જીત, 12 અંક અને  +2.290 રનરેટ સાથે પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. બીજી બાજુ ટીમ ઈંડિયા 6 જીત અને 12 અંક સાથે બીજા સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈંડિયાનુ રનરેટ હાલ +1.405 છે. જે સાઉથ આફ્રિકાના મુકાબલે ઓછુ છે. આવામાં ટીમ ઈંડિયાને એક સ્થાનનુ નુકશાન થયુ છે. 
 
વાત કરીએ ત્રીજા અને ચોથા સ્થાન વિશે તો પોઈંટ ટેબલમાં મેચ પહેલા ન્યુઝીલેંડ ત્રીજા અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાન પર હતી પણ મોટા માર્જિનથી મળેલી હાર ને કારણે ન્યુઝીલેંડનુ નેટ રનરેટ એકદમ ખરાબ કરી નાખ્યુ છે અને તે 7 મેચમાંથી 4 જીત અને +0.484 નેટ રન રેટની સાથે ચોથા સ્થાન પર પહોચી ગઈ. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાઈ ટીમ હવે 6 મેચોમાં 4 જીત અને +0.970 ના નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર પહોચી ગઈ છે. 
 
ટોપ 4 સિવાય બધી ટીમો પોતાના સ્થાન પર કાયમ 
 
ટોપ 4 સિવાય, અન્ય તમામ ટીમો પોતાના સ્થાન પર કાયમ છે.  જ્યાં તેઓ આ મેચ પહેલા હતી. પાકિસ્તાન પાંચમા સ્થાને, અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને, શ્રીલંકા સાતમા સ્થાને, નેધરલેન્ડ 8મા સ્થાને, બાંગ્લાદેશ 9મા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 10મા સ્થાને છે. ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ માટેનો જંગ હવે ઘણો રોમાંચક બની ગયો છે. જ્યાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની સંભાવના છે.