સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 ઑક્ટોબર 2023 (22:32 IST)

AUS vs NZ - ન્યુઝીલેન્ડ સામે જીત મેળવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાને થયુ નુકશાન, સેમીફાઈનલમાં જવાનો રસ્તો હજુ પણ મુશ્કેલ

australia team
AUS vs NZ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023 ની 27મી મેચ રમાઈ. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રનથી હરાવ્યું. ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાને નુકશાન ઉઠાવવું પડ્યુ. અમે વાત કરી રહ્યા છીએ પોઈન્ટ ટેબલ વિશે, જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમને જીત મેળવીને પણ ફાયદો થયો નહી. જોકે, વર્લ્ડ કપ 2023માં પ્રથમ બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સતત ચાર મેચ જીતીને જોરદાર કમબેક કર્યું છે. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમે આ હાઈ સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાને મોટો ફાયદો ઉઠાવવા દીધો ન હતો. ચાલો જાણીએ કેવી રીતે.
 
ઓસ્ટ્રેલીયાને ન મળી મોટી જીત 
 
આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 388 રન બનાવ્યા હતા. જે એક વિશાળ કુલ હતું. ઓસ્ટ્રેલિયાએ આપેલા આ લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 383 રન બનાવ્યા હતા. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 5 રનથી મેચ જીતી શકી હતી. આ મેચની પ્રથમ ઇનિંગ પછી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ મોટા માર્જિનથી જીતી શકે છે, પરંતુ ન્યૂઝીલેન્ડે તેના ઇરાદા પર પાણી રેડી દીધું અને તે તેના લક્ષ્યાંકથી માત્ર 6 રન જ દૂર રહી. એક સમયે એવું લાગતું હતું કે ન્યુઝીલેન્ડ આ મેચ આસાનીથી જીતી જશે.
 
નેટ રન રેટમાં નુકસાન
 
વનડે વર્લ્ડ કપ 2023 જે રીતે આગળ વધ્યો છે તે જોતા એવું લાગે છે કે નેટ રન રેટ ટૂર્નામેન્ટના અંતે ટીમો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેના કારણે ટીમો પોતાનો નેટ રન રેટ સુધારવાનો પ્રયાસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પણ આવું જ કંઈક કરવા માંગતી હતી. પરંતુ તેઓ આ કરી શક્યા નહીં. રિવર્સ નેટ રન રેટમાં તેઓને નુકસાન થયું. મેચ પહેલા, ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ +1.142 હતો, પરંતુ આ મેચમાં નાનકડી જીત બાદ, તેમની ટીમની નેટ રન રેટને નુકસાન થયું અને તેઓ હવે +0.970ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે. મેચ પહેલા પણ તે ચોથા સ્થાને હતું. એકંદરે પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયાને માત્ર 2 પોઈન્ટ મળ્યા છે. આ સિવાય તેમને અન્ય કોઈ લાભ મળ્યો નથી.