શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 5 માર્ચ 2019 (22:51 IST)

કેમ છે આ સ્ત્રીઓ પાવર વુમન ?

આ એ મહિલાઓ છે, જે સફળતાના શિખર પર છે અને પોત-પોતાના ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ છે. એવુ તો શુ છે, જે એમને સફળ અને સમર્થ બનાવે છે ? આવો જાણીએ આ હકીકતને તેમના જ કહેલા શબ્દોમાં.... 
 
ઈન્દિરા નૂઈ (સીઈઓ, પેપ્સિકો)
એક સ્ત્રી હોવાને નાતે તમારે બીજાના મુકાબલે વધુ ચાલાકીથી કામ લેવુ પડે છે, કારણ કે તમારે માટે એક સ્થાન મેળવવુ વધુ મુશ્કેલ છે. 
 
નીતા અંબાણી (સમાજ સેવિકા)
બીજાની ભલાઈ માટે પૈસાનો વપરાશ કરવામાં અધિક સુખ મળે છે. મારો અનુભવ કહે છે કે બીજાના કલ્યાન માટે ખર્ચ કરવો એ સારી વાત છે. 
 
ફરાહ ખાન (ફિલ્મ નિર્દેશક)
મને લાગે છે કે પાવરનો મતલબ છે તમારી પાસે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. ખાસ કરીને એ વાત માટે કે તમે શુ કરવા માંગો છો. અને જરૂર પડે ત્યારે 'ના' કહેવાનો અધિકાર પણ તમારી તાકતની શ્રેણીમાં જ આવે છે. 
 
બરખા દત્ત (પત્રકાર)
મને લાગે છે કે આજના જમાનામાં આજના જમાનામાં હિમંતવાળી અને સાહસિક પત્રકારિકા 
નો જ કોઈ મતલબ છે. 
 
શબાના આઝમી (અભિનેત્રી)
હું જ્યારે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ચૂપ નથી રહી શકતી. હું તેના પરિણામની ચિંતા કર્યા વગર જ અવાજ ઉઠાવુ છુ. 
 
કિરણ મજમુદાર શૉ (ઉદ્યમો)
હુ એ દરેક સ્ત્રીનુ પ્રતિનિધિત્વ કરુ છુમ જે પોતાન સપના પૂરા કરવા નીકળી છે.