શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By કલ્યાણી દેશમુખ|

ક્યારે કરશો દિકરીનુ સ્વાગત !!!

હું જે લખવા જઈ રહી છુ એ ફક્ત મારી સ્ટોરી કે મારા અનુભવ જ નથી પરંતુ આજના અત્યાધિક આધુનિક કહેવાતા સમાજનુ કડવુ સત્ય છે. 12 વર્ષ પહેલા જ્યારે મેં મારી બીજી પુત્રીને જન્મ આપ્યો તો હું ખૂબ જ ખુશ હતી, કે છેવટની ક્ષણે મારો કેસ બગડી ગયો હોવા છતા ઈશ્વરને કૃપાથી બાળક અને હું સુરક્ષિત હતા. મને એ વાતનુ કોઈ દુ:ખ નહોતુ કે મારુ બીજુ સંતાન પણ પુત્રી છે, પરંતુ એ દરમિયાન મેં દવાખાનામાં જેટલા પણ લોકોના પ્રતિભાવ જોયા, એ જોઈને લાગતુ હતુ કે જાણે મેં કોઈ મોટી ભૂલ કરી છે. જે પણ લોકો મને જોવા આવતા તેઓના મોઢામાંથી એક વાક્ય તો નીકળ્યા વગર રહેતુ જ નહી કે સારુ થાત જો પુત્ર થયો હોત. 

લોકોનો વ્યવ્હાર મને સમજાતો નહોતો. કદી તો લાગતુ હતુ કે હું કોઈ ગુન્હો કર્યો છે જેની સજા ખબર નહી તેઓ શુ આપવા માંગે છે ? તો કદી લાગતુ કે અમને બીજી પણ પુત્રી થઈ ગઈ તેથી લોકોને અમારી પર દયા આવી ગઈ છે, એવી દયા કે જાણે અમે કોઈ સંકટમાં પડી ગયા છે. કેટલીક સ્ત્રીઓએ તો મને પૂછ્યુ પણ ખરુ, કેમ ચેક નહોતુ કરાવ્યુ ? હવે એક ચાંસ લઈ જોજે, કદાચ પુત્ર થઈ જાય, મને એમને પૂછવાનુ મન થઈ જતુ કે શુ ચેક કરાવુ ? જે પણ હશે એ તો મારો જ એક અંશ હશે ને ?

હુ પૂછવા માંગુ છુ કે આજે એવુ શુ છે જે છોકરાઓ જ કરી શકે છે છોકરીઓ નહી.

નારીની શક્તિ તો જુઓ અનેક સંકટોનો સામનો કરવા છતા હિમંત નથી હારી
કિચનની જ વાત ન કરશો આજે તો ફેશનથી રાજગાદી સુધી છે નારી

જ્યાં સુધી વંશ ચલાવવાની પરંપરા છે તો કેટલાય લોકો એવા છે જે પોતાના વંશજોના નામ જ નથી જાણતા. આજે તો દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનો પુત્ર વિદેશમાં ભણવા જાય. પછી સારી સર્વિસની શોધમાં બહાર નીકળી જાય, અને જ્યા જોબ મળે ત્યાં જ સેટલ પુત્ર વસી જાય. પછી માતા-પિતા તેમને ઘરમાં ફાલતૂ કીટકીટ કરનારા લાગે. તેથી પુત્ર હોવા છતા ઘણા માતા-પિતાને વૃધ્ધાવસ્થામાં પણ એકલાજ રહેવુ પડે છે. મેં એવા પણ માતા-પિતાને જોયા છે જેમને કહેવા માટે તો ચાર-ચાર પુત્રો છે પણ સાથે એક પણ નથી રહેતો. કેટલાક તો માતા-પિતાને ઘરની રોનકમાં બાધક સમજીને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે.

 
N.D
જ્યારે પુત્રો પોતાનુ કર્તવ્ય નિભાવી નથી શકતા ત્યારે પુત્રીઓ જ લગ્ન પહેલા અને પછી પણ ડગલેને પગલે માતા-પિતાને હૂંફ આપે છે. હું ખુશ છુ કે મને બે પુત્રીઓ છે, જેમને મેળવીને હું ગર્વ અનુભવુ છુ. પરંતુ કેટલાક લોકો મારી સામે એવી રીતે જુએ છે કે જાણે મારી પુત્રીઓ મોટી થશે તો તેમના લગ્નનો ખર્ચ જાણે એમને આપવો પડશે.

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભલે લોકો સ્ત્રી ઉત્થાનની મોટી મોટી વાતો કરે, નવી નવી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચે પણ મારા મતે તો જ્યાં સુધી સમાજમાં રહેતા લોકોના વિચારોમાં સમાનતા નહી આવે ત્યાં સુધી પુત્રીઓને બચાવી નહી શકાય. આજે પણ મને યાદ છે કે જ્યારે હું નર્સિંગ હોમમાંથી રજા મેળવીને ઘરે પાછી જતી હતી ત્યારે નર્સને મારા પતિ ખુશીથી પૈસા આપી રહ્યા હતા ત્યારે તે બોલી હતી - સાહેબ પુત્રી છે એટલે ઓછા લઉ છુ, નહી અમે બક્ષિક્ષ 100 થી ઓછુ લેતા જ નથી. મારી સ્થિતિ એવી નહોતી કે હું તેને કોઈ જવાબ આપી શકુ પણ મનમાં તો થયુ હતુ કે કહી દઉ - કે હે ભલી બાઈ, મારી પુત્રી છે તેથી તને અમારી દયા આવી રહી છે તો તુ કોણ છે ? શુ તુ પણ અહીં દયા હેઠળ જ કામ કરી છે ?
આ સમાજને એક જ વાત કહેવી છે કે

 
N.D
છોકરો હોય કે છોકરી
માતા પિતાનુ બળ હોય છે સંતાન
ખાતર-પાણી છોકરાને
અને ખીલી ઉઠે છે છોકરીઓ
એવરેસ્ટ પર ધકેલવામાં આવે છે છોકરાને
અને ચઢી જાય છે છોકરીઓ
રડાવે છે છોકરા
અને રડે છે છોકરીઓ
સપના જોવામાં આવે છે છોકરા માટે
અને સાકાર કરી નાખે છે છોકરીઓ
જીવન તો છે છોકરાનુ
અને મારવામાં આવે છે છોકરીઓ.