શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated :કીવ. , બુધવાર, 19 એપ્રિલ 2023 (17:16 IST)

Russia Ukraine War: રૂસ યુક્રેન યુદ્ધમાં તૂટી રહ્યુ છે સૈનિકોનુ મનોબળ ? પુતિન અને જેલેસ્કી જંગ દરમિયાન મેદાનમાં પહોચ્યા

હાઇલાઇટ્સ
- પુતિન રશિયન સૈનિકોને પ્રોત્સાહિત કરવા યુક્રેન પહોંચ્યા હતા
-  ઝેલેન્સકીએ પણ અગ્રિમ લાઇનની મુલાકાત લીધી
-  યુદ્ધમાં બંને દેશોના સૈનિકોનું મનોબળ તૂટી રહ્યું છે.
 
 રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યૂક્રેનમાં લડી રહેલ રૂસી સૈનિકોની કમાન કેન્દ્રનો મંગળવારે સવારે મુલાકાત લીધી. આ છેલ્લા બે મહિનામાં તેમની બીજી મુલાકાત હતી. અધિકારીઓએ આ માહિતે આપી. બીજી બાજુ યૂર્કેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કી પણ મંગળવારે દોનેત્સ્ક શહેરમાં પહોચ્યા જ્યા રૂસી સૈનિકો સાથે ભીષણ યુદ્ધ ચાલુ છે. પુતિને આ પ્રવાસ એવા સમયે કર્યો છે જ્યારે યુદ્ધનો 14મો મહિનો પુરો થવાનો છે અને માનવામાં આવી રહ્યુ છે કે યૂક્રેન પશ્ચિમી દેશો પાસેથી મળેલી મદદના સહારે રૂસ પર જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યુ છે. 

ખેરસાનના પ્રવાસ પર પહોચ્યા પુતિન  
 
ક્રેમલિન દ્વારા બહાર પાડવામાં આવેલ અને રશિયન રાજ્ય ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવેલ એક વિડિયોમાં પુતિનને દક્ષિણ ખેરસન ક્ષેત્રમાં રશિયન દળોના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેતા દર્શાવવામાં આવ્યા છે. આમાં પુતિન યુદ્ધની સ્થિતિ વિશે ટોચના સૈન્ય અધિકારીઓ પાસેથી માહિતી મેળવવા માટે હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચતા જોવા મળે છે. ત્યારપછી તેઓ પૂર્વી લુહાન્સ્ક ક્ષેત્રની પરિસ્થિતિ અંગે કમાન્ડરને માહિતી આપવા હેલિકોપ્ટર દ્વારા રવાના થયા. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પુતિને ગયા સોમવારે આ મુલાકાત લીધી હતી અને છેલ્લા બે મહિનામાં પુતિન દ્વારા આ બીજી મુલાકાત હતી.