શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2023 (12:30 IST)

Russia-Ukraine War: રશિયન હુમલાઓથી યુક્રેન પર દબાણ વધે છે, ઝેલેન્સ્કીએ હથિયારોની સપ્લાય ઝડપી બનાવવા અપીલ કરી હતી

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ થવા જઈ રહ્યું છે. તેમ છતાં બંને દેશો પીછેહઠ કરવાના મૂડમાં નથી. નવીનતમ અહેવાલોની વાત કરીએ તો, દક્ષિણ યુક્રેનિયન શહેર ખેરસનમાં રશિયન મિસાઇલ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. જેના કારણે બંને પક્ષો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
 
યુક્રેન પણ જવાબી હુમલાની ત્કૈયારી કરી રહ્યુ છે. રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીએ કહ્યુ છે કે તેમનો દેશ અત્યારે ડોનેસ્ટ્રસ્કમાં અઘરી પરીસ્થિતિનો સામનો કરી રહ્યો છે. તેણે પોતાના સાથીઓ પાસેથી નવા પ્રકારના હથિયારોની માંગણી કરી છે. આ સાથે ઝેલેન્સકીએ તેમને હથિયારોની સપ્લાય ઝડપી બનાવવા પણ અપીલ કરી છે.