સંબંધિત સમાચાર
- નવસારીમાં મહિલાઓએ દારુના અડ્ડાઓ પર હલ્લાબોલ કર્યો
- જાણો કેમ રણમાં મીઠું પકવતા અગરીયાઓ બેકાર બનશે
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી
- વિધાનસભાની ચૂંટણી: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું જોડાણ તૂટી શકે છે
- વાહન વ્યવહાર વિભાગને ટેક્સ અને દંડ પેટે 5100 કરોડની વસૂલાતનો લક્ષ્યાંક
મુખ્યમંત્રી રૂપાણીની ગાડીની PUC-ઈનશ્યોરન્સ ન હોવાના ફેક ફોટો વાઈરલ કરનારની ધરપકડ
ટ્રાફિકના નવા નિયમો જાહેર થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાડીના પીયુસી, ઈનશ્યોરન્સ ન હોવાની માહિતી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હતી. જે ખોટી હોવાનું સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે સુરતમાંથી ક્રાઈમબ્રાન્ચ દ્વારા મુખ્યમંત્રીની ગાડીના ફોટો સાથેની વિગતોની ખોટી માહિતી અપલોડ કરવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.હકીકતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. GJ-18-G-9085 ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી વેલીડ છે. તેની ફિટનેશ પણ 10 એપ્રિલ 2029 સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટો સાથે વાઈરલ કરવામાં આવ્યા હતો તે તદ્દન ખોટો અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટી માહિતી અપલોડ કરવા અંગે તપાસ કરવામાં આવતા સુરતના એક યુવકનું નામ સામે આવ્યું હતું. જેને આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

