1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Latest news

આદિવાસી વિસ્તારોમાં પકડ મજબૂત કરવા સરકારનો માસ્ટરપ્લાન: CM ભૂપેન્દ્ર પટેલ 3 દિવસ ગરબાડાના પ્રવાસે

bhupendra patel
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 18થી 20 નવેમ્બર દરમિયાન આદિવાસી વિસ્તારના 72 કલાકના વિશેષ પ્રવાસે જશે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ખાસ કરીને ગરબાડા વિસ્તારની મુલાકાત લેશે. આદિવાસી વિસ્તારોમાં સરકારની પકડ મજબૂત કરવા અને આદિવાસી સમાજને રીઝવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ બેઠકો અને કાર્યક્રમો યોજાશે.

આદિવાસી કાર્યકરોના ઘરે ભોજન અને શાળામાં રાત્રિરોકાણ

આ પ્રવાસની મુખ્ય વિશેષતા એ છે કે મુખ્યમંત્રી સ્થાનિક આદિવાસી લોકો સાથે સીધો સંવાદ સાધશે. મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ આદિવાસી કાર્યકરોના ઘરે સાદું ભોજન લેશે અને રાત્રિરોકાણ કોઈ વૈભવી સ્થળે કરવાને બદલે સ્થાનિક શાળા અથવા આશ્રમ શાળામાં કરશે.

ત્રણ દિવસના પ્રવાસનું વિગતવાર આયોજન

મુખ્યમંત્રીના આ 72 કલાકના પ્રવાસને ત્રણ અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ દિવસે રાજકીય અને સંગઠનાત્મક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે તેઓ વહીવટી અને શાસન સંબંધિત કામોમાં ભાગ લેશે. પ્રવાસના અંતિમ એટલે કે ત્રીજા દિવસે જનસંપર્ક અને રાજકીય એકત્રીકરણના મુદ્દાઓ પર સમીક્ષા કરીને તેનો અહેવાલ તૈયાર કરવામાં આવશે.
આગળનો લેખ
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ખાનગી બસ રેલિંગ તોડીને પડી જતાં એક મહિલાનું મોત, 20 ઘાયલ