મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (10:37 IST)

ગાંધીનગરમાં ભાજપની જીતનાં 5 સૌથી મોટાં કારણો જેમાં સૌથી વધુ નો-રિપીટ થિયરી ફરી ભાજપને ફળી

ગાંધીનગર મહાનગરપાલિકાની રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામો મંગળવારે બહાર આવ્યાં, જેમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકોની જંગી બહુમતીથી ભવ્ય જીત મળી છે, જેની સામે કોંગ્રેસને માત્ર 2 અને આપને 1 બેઠક પ્રાપ્ત થઇ છે. અગાઉની બે ટર્મની ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતી મળી ન હતી, પણ દસ વર્ષના ઇતિહાસમાં આ વખતે ભાજપને કુલ બેઠકોની 93 ટકા જેટલી બેઠકો મળી છે, જે ઐતિહાસિક જીત છે.ભાજપે નો-રિપીટ થિયરીનો સહારો લીધો. ગાંધીનગરમાં મેયર સહિતના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને પડતા મૂકી તમામ નવા ચહેરાને ઉતાર્યા, જેથી કાર્યકર્તાઓ ઉત્સાહિત થયા.ભાજપનું સંગઠન માઇક્રો પ્લાનિંગથી કામ કરે છે. ચૂંટણી જાહેર થયા પહેલાં જ આ કામ ભાજપ શરૂ કરે છે, એમાં દરેક મતદાતા પરિવારની પ્રોફાઇલ અને રાજકીય વલણનો તેમને અંદાજ આવી જાય છે.જૂની રાજ્ય સરકાર સામે પ્રવર્તતી નારાજગી પણ લોકોમાં હતી. આ ચૂંટણી પહેલાં જ ભાજપે સીએમ સહિતના મંત્રીમંડળને સ્થાને નવી સરકાર બનાવી, જેથી એન્ટી ઇન્કમ્બન્સીનો છેદ ઊડ્યો.ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની વસતિ છે. ચૂંટણી જાહેર થઇ એના માત્ર બે કલાક પહેલાં જ રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી કર્મચારીઓને ખુશ કર્યા.નવું સીમાંકન ભાજપને સૌથી વધુ ફાયદો કરાવી ગયું. આસપાસના પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતાં ગામો હવે મનપાનો પાલિકાનો ભાગ બન્યાં. તેઓ ભાજપતરફી ઝોક અપનાવે છે.