1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Dwarka Okha boat accident

દ્વારકા-ઓખાના દરિયામાં બે બોટ વચ્ચે જોરદાર ટક્કર: એક બોટ ડૂબવા લાગી, તમામ ખલાસીઓનો આબાદ બચાવ

okha sea
okha sea
દ્વારકા-ઓખાના દરિયાઈ વિસ્તારમાં બે બોટ વચ્ચે અચાનક અકસ્માત સર્જાતાં ચકચાર મચી ગઈ હતી. દરિયામાં સફર દરમિયાન બે બોટ સામસામે અથડાતાં એક બોટને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તે ધીમે ધીમે દરિયામાં ડૂબવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના દરિયાઈ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ખાખી રંગની ફાઈબર બોટે મારી ટક્કર, તમામ ખલાસીઓનો આબાદ બચાવ

મળતી વિગતો અનુસાર, એક ખાખી રંગની ફાઈબર બોટે બીજી બોટને જોરદાર ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માત બાદ અસરગ્રસ્ત બોટ પાણીમાં ગરકાવ થવા લાગતાં તેમાં સવાર ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સદનસીબે યોગ્ય સમયે સમયસૂચકતા વાપરીને બોટમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી.

દરિયાઈ સુરક્ષા પર ઊભા થયા સવાલો, તપાસ શરૂ

દ્વારકા-ઓખા જેવા વ્યસ્ત દરિયાઈ માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક બોટની અવરજવર તેમજ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ અકસ્માત કયા કારણોસર અને કયા સંજોગોમાં સર્જાયો હતો તેમજ બોટને કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આગળનો લેખ
એક મહિલા નદીમાં ડૂબી રહી હતી ત્યારે તેને દેવી દુર્ગાનો સહારો મળ્યો; તેનો જીવ બચી ગયો.