કોરોના વાયરસના ડર વચ્ચે રાજકોટમાં સ્વાઈન ફલુએ દેખા દીધી
રાજકોટ ખાનગી હોસ્પિટલમાં 42 વર્ષીય પડધરીની મહિલાનું સ્વાઇન ફ્લૂને લઇને મોત થયું હતું. 11 માર્ચના રોજ મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને લઇ તેને શહેરની ખાનગી હોસ્પિટલમા સારવાર આપવામા આવી રહી હતી. એક તરફ ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોરોનાનો ભય ચાલી રહ્યો છે તો બીજી તરફ સ્વાઇન ફ્લૂનો પોઝિટીવ કેસ આવતા લોકોમા ફફડાટ ફેલાયો છે. આ સિવાય સ્વાઇન ફ્લૂ વોર્ડમાં 9 વર્ષના બાળકની સારવાર ચાલી રહી છે. જો કે છેલ્લા એક દોઢ મહિનામાં પ્રથમ મોત થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. એક તરફ શહેરમાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધા છે અને બીજી તરફ કોરોનાનો ભય સતાવી રહ્યો છે. વિદેશ અને અન્ય રાજ્યોમાંથી રાજકોટમાં સૌરાષ્ટ્રમાં આવતા લોકોને સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવી રહ્યા છે. હાલ ગ્રામ્યના 29 અને સહેરના 60 લોકો સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવ્યા છે.