ગુજરાતમાં કોરોના કાબુમાં, નવા 996 કેસ નોંધાયા, 15 દર્દીઓના મૃત્યુ થયાં
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને સતત એક મહિનાથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 16 માર્ચ બાદ 82 દિવસ પછી પહેલીવાર એક હજારથી ઓછા નવા કેસ નોધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 996 નવા કેસ નોંધાયા છે. જો કે, આજે ડિસ્ચાર્જ 3 હજાર 398 દર્દી સાજા થયા છે. દૈનિક મૃત્યુઆંક 15 થયો છે. અગાઉ 62 પહેલા 5 એપ્રિલે 15 દર્દીના મોત થયા હતા.આમ રાજ્યમાં સતત 32મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.32 ટકા થયો છે.
રાજ્યમાં હવે અમદાવાદ અને વડોદરા શહેરમાં જ ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 386ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 921 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 85 હજાર 378 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 22 હજાર 110 એક્ટિવ કેસ છે, જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 19 હજાર 705 દર્દીની હાલત સ્થિર છે.