બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (20:53 IST)

વૅક્સિન આપવા રાજ્ય સરકારે ૯૩.૧૫ કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ, આજે એક જ દિવસમાં ૨,૬૩,૫૦૭ યુવાનોનું વેક્સિનેશન

૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં ૨,૬૩,૫૦૭ યુવાનોએ વૅક્સિન લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો આપ્યા છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યુવાનોને વિનામૂલ્યે આપવા પૂરતું નાણાંકીય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં યુવાનોના વિનામૂલ્યે વેક્સિનેશન માટે રાજ્ય સરકારે રૂપિયા ૯૩.૧૫ કરોડનો ખર્ચ કર્યો છે, અને આવનારા દિવસોમાં ગુજરાતને જરૂરી માત્રામાં વૅક્સન ઉપલબ્ધ થાય એ રીતે સમયબદ્ધ આયોજન કરીને વેક્સિન ઉત્પાદકોને વૅક્સિનના ૩ કરોડ ડૉઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
 
સમગ્ર દેશમાં ગુજરાત વેક્સિનેશન માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. તા.૧લી મેથી જ ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથમાં વેક્સિનેશનનો આરંભ કરનાર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩ લાખથી વધુ યુવાનોનું વેકેશન કરાયું છે. રસીકરણમાં વેગ આવે એ હેતુથી તા. ૪થી જૂનથી તમામ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. તા. ૪થી જૂને રાજ્યમાં ૧,૯૨,૬૯૨ યુવાનોએ વૅક્સિન લીધી, તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં ૮૧,૪૫૯ યુવાનોએ વેક્સિન લીધી. જ્યારે જિલ્લાઓમાં ૧,૧૧,૨૩૩ યુવાનોએ વેક્સિન લીધી છે.
 
આજે તા. ૫મી જૂને, એક દિવસમાં ગુજરાતમાં ૨,૬૩,૫૦૭ યુવાનોએ વેક્સિન લીધી છે. તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં ૭૯,૮૯૬ યુવાનોએ વેક્સિન લીધી, જ્યારે જિલ્લાઓમાં ૧,૯૮,૧૨૩ યુવાનોએ વેક્સિન લીધી છે.