અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાન અને બજારો બંધ રાખવાના આદેશ
રાજ્યના મુખ્ય અધિકસચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં આલ દુકાન અને બજાર રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવામાં આવશે.
10 વાગ્યા પછી ફક્ત મેડિકલ સ્ટોર જ ખુલ્લા રહેશે. યુવાનોને વારંવાર માસ્ક પહેરવા અને કોરોના સંક્ર્મણને ઓછું કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવતી હતી. પરંતુ અપીલનું કોઇ સકારાત્મક પરિણામ ન મળવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં આ 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ પણ તમામ દુકાનો અને બજાર ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ બજાર અને દુકાનો પર યુવા વર્ગના લોકો રાત્રે કોરોનાના નિયમોને નજરઅંદાજ કરીને એકઠા થાય છે.
જેથી તેમની સાથે તેમના પરિવારના લોકોમાં પણ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સતત લોકોને અપીલ કરી રહી હતી કે કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે. પરંતુ કોઇ પરિણાન મળતાં આ સખત નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયને આજથી લાગૂ કરવામાં આવશે.
ગત ચાર મહિનાના પ્રયત્નો બાદ કોરોનાના સંક્રમણને કેટલીક સુધી કેસમાં ઘટાડો નોધાયો છે. પરંતુ થોડા દિવસોથી કોર્પોરેશનની ટીમે જોયું કે યુવા વર્ગના લોકો કોરોના નિયમોનું પાલન કરી રહ્યા નથી. માસ્ક પહેરતા અંથી, જો પહેરે છો પણ યોગ્ય રીતે નહી. સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરતા નથી.
શહેરના કેટલાક ભાગોમાં આવી ઘટનાઓ સામાન્ય છે તે પણ ખાસકરીને રાત્રે. એવામાં યુવાનો જ્યારે ઘરે જાય છે તો તેમના માતા-પિતા પરિવારના સભ્યોમાં કોરોના ફેલાવવાનો ખતરો વધી જાય છે.