સંબંધિત સમાચાર
- Rajasthan Assembly Elections 2023: અહી વરઘોડો કાઢીને કરી મતદાનની અપીલ, પીળા ચોખા વહેચ્યા
- રાજસ્થાનમાં કોંગ્રેસની બીજી યાદીઃ 15 મંત્રીઓને ટિકિટ, 43માંથી માત્ર 2 નવા ચહેરા
- Rajasthan Elections - રાજસ્થાન ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 33 નામોની જાહેરાત
- રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, જાણો શું છે કારણ
- Rajasthan Election 2023 : ભાજપના નેતાઓએ ટિકિટ કેન્સલનો કર્યો વિરોધ, પાર્ટીના ઝંડા પણ સળગાવ્યા
Rajasthan BJP Candidate List: ભાજપે 58 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, કોંગ્રેસ છોડનારા 3 નેતાઓને ટિકિટ આપી
BJP Candidates List: ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે 58 ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે ખંડેલાથી સુભાષ મીલ, વલ્લભનગરથી ઉદય લાલ ડાંગી અને કરૌલીથી દર્શન સિંહ ગુર્જરને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર સુમિત્રા પુનિયાને પણ પાર્ટીએ ટિકિટ આપી છે. ત્રણેય ગઈકાલે એટલે કે બુધવારે ભાજપમાં જોડાયા હતા અને એક દિવસ પછી પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી. ત્રીજી યાદીમાં ભાજપે એકપણ સાંસદને મેદાનમાં ઉતાર્યા નથી. પાર્ટીએ જયપુરની હવામહલ બેઠક પરથી મહંત બાલ મુકંદાચાર્ય અને સરદારપુરાથી અશોક ગેહલોત સામે મહેન્દ્ર સિંહ રાઠોડને ટિકિટ આપી છે.
Bharatiya Janata Party (BJP) releases a list of 58 candidates for the ensuing General Elections to the Legislative Assembly of Rajasthan. pic.twitter.com/VshCeduP8E
— ANI (@ANI) November 2, 2023
ગેહલોત અને પાયલોટ સામે પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
ત્રીજી યાદીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે ભાજપે ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે. ભાજપે ગેહલોતના વિધાનસભા ક્ષેત્ર સી સરદારપુરામાંથી ડૉ.મહેન્દ્રસિંહ રાઠોડને ટિકિટ આપી છે. સચિન પાયલટ સામે ભાજપે પણ ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપે તેમની ટોંક બેઠક પરથી અજીત સિંહ મહેતાને ટિકિટ આપી છે. આ વખતે પાર્ટીએ ટોંકથી યુનિસ ખાનની ટિકિટ રદ કરી છે.
ये भी पढ़ें
