સંબંધિત સમાચાર
- Noel Tata Successor: નોએલ ટાટા બનશે ઉત્તરાધિકારી, 34 લાખ કરોડનું સામ્રાજ્ય સંભાળશે, ટાટાની સંપત્તિ પાકિસ્તાનની જીડીપી કરતાં વધુ
- કોણ છે Shantanu Naidu, જે વૃદ્ધાવસ્થામાં બન્યા રતન ટાટાનો સહારો, દરેક સ્થાને જોવા મળતા આ યુવાનની નેટવર્થ શું છે જાણો
- રતન ટાટાને પીએમ મોદીનો એક શબ્દનો SMS અને ટાટા નૈનોનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં.. જાણો શું હતો મામલો
- ગણતા-ગણતા તમે ગણિત પણ ભૂલી જશો, ટાટા ગ્રૂપે અનેક અબજોપતિઓની કુલ સંપત્તિ કરતાં વધુ નાણાં આપ્યા દાનમાં
- Ratan Tata Death News : મુંબઈમાં રાજકીય સન્માન સાથે રતન ટાટાના અંતિમ સંસ્કાર થયા, અમિત શાહ સહિત અનેક લોકો રહ્યા હાજર
રતન ટાટાના અંતિમ સંસ્કારમાં બાઈકથી જઈ રહ્યા હતા શાંતનુ પોલીસએ રોકીને પૂછ્યુ કોણ છો તમે video
મહાન વેપારી રતન ટાટા બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. બીજા જ દિવસે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. રતન ટાટાને અંતિમ વિદાય આપવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
રતન ટાટાના 55 વર્ષ નાના મિત્ર અને સૌથી નજીકના સહયોગી કહેવાતા શાંતનુએ પણ આ અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે તેઓ રતન ટાટાની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે બાઇક દ્વારા જઈ રહ્યા હતા. આ દરમિયાન મુંબઈ પોલીસે તેને મોટરસાઈકલ ચલાવતા અટકાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ નાયડુની ઓળખ અને ગંતવ્ય વિશે પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. ફૂટેજમાં નાયડુએ શાંતિથી કહ્યું કે તેઓ અંતિમ સંસ્કારમાં સામેલ થવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે તે જ સવારે હોસ્પિટલ અને ઘર વચ્ચે નાયડુની ઘણી તસવીરો જોવા મળી હતી.
રતન ટાટાના નિધન પર નાયડુએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી અને ટાટાને ભાવુક વિદાય આપતાં કહ્યું, "ગુડબાય, માય ડિયર લાઇટહાઉસ." રતન ટાટા સાથેની તેમની ગાઢ મિત્રતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું હતું કે રતન ટાટાની ગેરહાજરીથી સર્જાયેલી શૂન્યાવકાશને ભરવા માટે તેઓ બાકીનું જીવન પસાર કરશે.
During the last journey of late industrialist Ratan Tata, police stopped his closest friend and the youngest General Manager of Tata Trusts, Shantanu Naidu. pic.twitter.com/SlugZpWKa4
— NIKHIL MISHRA (@D3vilsCall) October 11, 2024
