સંબંધિત સમાચાર
- TCS નાસિક: રૂપાંતર કેસમાં કંપનીનો મોટો નિર્ણય, બધા 150 કર્મચારીઓને ઘરેથી કામ કરવા મોકલવામાં આવ્યા
- મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે
- CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ
- બિહારમાં પહેલીવાર BJP ના મુખ્યમંતત્રી, સમ્રાટ ચૌઘરીએ લીધા શપથ, JDU માંથી બે ડિપ્ટી સીએમ
- અમરાવતીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતા મચ્યો હડકંપ, સોશિયલ મિડીયા પર 350 આપત્તિજનક વિડીયો વાયરલ
Lucknow Vikas Nagar Fire: બોમ્બની જેમ ઉડ્યા 100 સિલેંડર, 1200 ઝૂંપડીઓ ખાક, લખનૌની ઝૂપડપટ્ટીમા આગનો તાંડવ
slum fire Lucknow
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક વિશાળ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે ડઝનથી વધુ ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. આ અચાનક લાગેલી આગને કારણે વિસ્તારમાં વસતા ગરીબ પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ભાગતા જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભયભીત બની ગયું હતું.
સિલિન્ડર બ્લાસ્ટથી આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
આ દુર્ઘટના ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઝૂંપડપટ્ટીમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટવા લાગ્યા હતા. અહેવાલો મુજબ, અંદાજે 100 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે વિસ્ફોટોના પ્રચંડ અવાજ સંભળાયા હતા અને આગની જ્વાળાઓ વધુ ઊંચે સુધી પહોંચી હતી. આ વિસ્ફોટોને કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ કે સ્થાનિક લોકો માટે તેને ઘરગથ્થુ સાધનોથી કાબૂમાં લેવી લગભગ અશક્ય બની ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો.
Massive fire in Vikas Nagar of Lucknow
— Amitabh Chaudhary (@MithilaWaaala) April 16, 2026
The fire was so intense that was visible even from 10 km, with cylinder blasts turning hundreds of jhuggis into ashes.
Several hundred pets and cattles must have lost their lives … Om Shanti pic.twitter.com/LZod3TQ2SR
10 કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટાળા
આ ભયાનક આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેનાથી ઉઠતા કાળા ધુમાડાના ગોટાળા લગભગ 10 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ જવાથી આસપાસના રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. અનેક પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી સમાન ઘર અને સામાન ગુમાવ્યો છે, જેના કારણે મોટા પાયે લોકો બેઘર થવાની અને આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ફાયર બ્રિગેડની કામગીરી અને રાહત બચાવ અભિયાન
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગીચ વસવાટ અને સતત થતા સિલિન્ડર બ્લાસ્ટને કારણે ફાયર ફાઈટરોને આગ બુઝાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને સહાય પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે
