1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી 2026
  4. Diwali remedies

Diwali 2026: દિવાળીના આ 21 સરળ ઉપાય અજમાવો, માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની છે માન્યતા

Diwali
દિવાળીનો તહેવાર માત્ર દીવા પ્રગટાવવા અને મીઠાઈ ખાવાનો જ નહીં, પરંતુ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરીને સુખ-સમૃદ્ધિની કામના કરવાનો પણ પવિત્ર અવસર છે. આ વર્ષે 8 નવેમ્બર 2026ના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. હિંદુ ધર્મમાં દિવાળીની રાત્રિને માતા લક્ષ્મીની પૂજા માટે વિશેષ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કેટલાક નાના-નાના ઉપાય કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. ચાલો જાણીએ દિવાળીના એવા 21 સરળ ઉપાય, જેને તમે તમારી શ્રદ્ધા અનુસાર અપનાવી શકો છો.

દિવાળીના 21 ખાસ ઉપાય

1. ભગવાન વિષ્ણુ સાથે બિરાજમાન માતા લક્ષ્મીની પૂજા કરો

 
દિવાળીની પૂજા દરમિયાન માતા લક્ષ્મીનો એવો ફોટો અથવા મૂર્તિ રાખો, જેમાં તેઓ ભગવાન વિષ્ણુના ચરણો પાસે બિરાજમાન હોય. ધાર્મિક માન્યતા અનુસાર આ સ્વરૂપની પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

2. કિન્નરને સિક્કો ભેટમાં આપો

 
ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીના દિવસે કોઈ કિન્નરને પોતાની ખુશીથી એક રૂપિયાનો સિક્કો ભેટમાં આપો. જો તેઓ પોતાની ઇચ્છાથી તમને કોઈ સિક્કો આપે તો તેને લાલ કપડામાં રાખીને પર્સ અથવા તિજોરીમાં સાચવી શકાય છે.

3. સુહાગણ મહિલાને સુહાગની વસ્તુઓનું દાન કરો

દિવાળીના દિવસે લાલ રંગનાં પરંપરાગત કપડાં પહેરેલી સુહાગણ મહિલા જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદ સુહાગણ મહિલાને બંગડી, કંકુ કે વસ્ત્ર જેવી સુહાગની વસ્તુઓનું દાન કરી શકાય છે.

4. ભગવાન કુબેરના મંત્રનો જાપ કરો

દિવાળીની રાત્રે માતા લક્ષ્મીની સાથે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરો. આ દરમિયાન નીચે આપેલા મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવાની માન્યતા છે.

મંત્ર:

ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે।
ધનધાન્ય સમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥
 
5. લક્ષ્મી પૂજામાં ગોમતી ચક્ર રાખો
 
દિવાળીની લક્ષ્મી પૂજા દરમિયાન ગોમતી ચક્ર રાખવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગોમતી ચક્રને ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે.
 
6. દક્ષિણાવર્તી શંખની પૂજા કરો
 
દક્ષિણાવર્તી શંખને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. દિવાળીની પૂજામાં આ શંખ રાખીને તેની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે, એવી ધાર્મિક માન્યતા છે.
 
7. બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરો
 
દિવાળીના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અને કાચું દૂધ ઉમેરવાથી સ્નાનનું વિશેષ મહત્ત્વ વધે છે.
 
8. હનુમાનજીને તેલનો દીવો પ્રગટાવો
 
દિવાળીના દિવસે હનુમાનજીના મંદિરે જઈને તેલનો દીવો પ્રગટાવો. દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. આ ઉપાય ભય અને મુશ્કેલીઓથી મુક્તિ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.
 
9. આસોપાલવના પાંદડાનું તોરણ લગાવો
 
દિવાળીના દિવસે આસોપાલવના લીલાં પાંદડાનું તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો. પરંપરાગત માન્યતા અનુસાર તોરણ ઘરમાં શુભતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે.
 
10. હળદરની ગાંઠની પૂજા કરો
 
માતાની લક્ષ્મીની પૂજા દરમિયાન હળદરની એક ગાંઠ પણ રાખો. પૂજા પૂર્ણ થયા પછી આ ગાંઠને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ સાચવી રાખવાની પરંપરા છે.
 
11. ચાર રસ્તા પર દીવો પ્રગટાવો
 
કેટલીક ધાર્મિક પરંપરાઓમાં દિવાળીની રાત્રે ચાર રસ્તા પર તેલનો દીવો પ્રગટાવવાનું મહત્ત્વ છે. જોકે, આ ઉપાય કરતી વખતે રસ્તા પર વાહનવ્યવહાર કે આગ લાગવાનું જોખમ ન રહે તેની ખાસ કાળજી રાખો.
 
12. કમાણીનાં સાધનોની પૂજા કરો
 
દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા સાથે તમે જે વસ્તુઓથી આજીવિકા મેળવો છો તેની પણ પૂજા કરો. વેપારીઓ ચોપડા, દુકાન અને હિસાબનાં સાધનોની પૂજા કરે છે, જ્યારે નોકરી કરતા લોકો પોતાનાં કામનાં સાધનોની પૂજા કરી શકે છે.
 
13. ઘરના મુખ્ય દરવાજા પર દીવા પ્રગટાવો
 
દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દરવાજા, બારી અને આંગણામાં દીવા પ્રગટાવો. માન્યતા છે કે પ્રકાશથી ભરેલું ઘર માતા લક્ષ્મીના સ્વાગતનું પ્રતીક છે.
 
14. પીળી કોડીની પૂજા કરો
 
લક્ષ્મી પૂજામાં પીળી કોડી રાખીને તેની પૂજા કરો. ધાર્મિક માન્યતા અનુસાર કોડીને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પૂજા પછી તેને તિજોરીમાં સાચવી રાખી શકાય છે.
 
15. નારિયેળ અર્પણ કરો
 
દિવાળીની લક્ષ્મી પૂજામાં એક નારિયેળ રાખો. તેના પર કંકુ અને ફૂલ અર્પણ કરીને માતા લક્ષ્મીને ભોગ ધરાવો. હિંદુ ધર્મમાં નારિયેળને શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
 
16. ભગવાન ગણેશને 21 દૂર્વા અર્પણ કરો
 
દિવાળીની પૂજામાં પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરો. પરંપરા અનુસાર દૂર્વાની 21 ગાંઠ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે, એવી માન્યતા છે.
 
17. કમળગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો
 
દિવાળીની રાત્રે કમળગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રનો 108 વાર જાપ કરો.
 
મંત્ર:
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ।
શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥
 
18. સૂર્યદેવને અર્ઘ્ય આપો
 
દિવાળીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો. જળમાં લાલ ફૂલ ઉમેરીને અર્ઘ્ય આપવાની પરંપરા છે. આ ઉપાયથી જીવનમાં તેજ અને સકારાત્મકતા જળવાય છે, એવી માન્યતા છે.
 
19. ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતા જાળવો
 
દિવાળીની પૂજા પહેલાં ઘરના પૂજાસ્થળ અને મુખ્ય દરવાજાની સારી રીતે સફાઈ કરો. માતા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે ઘરને સ્વચ્છ અને સુંદર રીતે સજાવવાની પરંપરા છે.
 

20. લક્ષ્મી પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરો

 
માતા લક્ષ્મીને કમળનું ફૂલ અત્યંત પ્રિય માનવામાં આવે છે. દિવાળીની પૂજા દરમિયાન તેમને કમળનું ફૂલ અર્પણ કરો અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.

21. શ્રદ્ધા સાથે માતા લક્ષ્મીની આરતી કરો

 
દિવાળીની રાત્રે પરિવારના સભ્યો સાથે મળીને માતા લક્ષ્મીની આરતી કરો. પૂજા દરમિયાન ઘરમાં 
આગળનો લેખ
ધનતેરસના દિવસે કરો આ 5 સરળ ઉપાય, માતા લક્ષ્મી અને કુબેરની કૃપાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ!