સંબંધિત સમાચાર
- પત્રકાર મુકેશ ચંદ્રાકર હત્યાકાંડના મુખ્ય આરોપીની પોલીસે કરી ધરપકડ, પૂછપરછ ચાલુ
- બસ્તરમાં થયો દુ:ખદ અકસ્માત, મિની વાન પલટી જતાં 4 લોકોનાં મોત; 30 લોકો ઘાયલ
- મિકેનિકલ એન્જિનિયર બન્યો Peon તો લોકોએ મેણા માર્યા, હવે રાજ્યની મુશ્કેલ પરીક્ષા પાસ કરી બન્યો મોટો અધિકારી
- છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત
- રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ
બીજાપુરમાં સંદિગ્ધ માઓવાદી હુમલામાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ
છત્તીસગઢમાં માઓવાદ પ્રભાવિત બીજાપુરના કુટરૂ બેન્દ્રે માર્ગ પર સંદિગ્ધ માઓવાદીઓના હુમલામાં સુરક્ષા દળના નવ જવાનનાં મૃત્યુ થયાં છે.
પોલીસ પ્રમાણે આ હુમલો આઈઈડી વિસ્ફોટ દ્વારા કરાયો હતો.
બસ્તર પોલીસ મહાનિરીક્ષક (આઇજી) સુંદરરાજ પીએ જણાવ્યું કે દંતેવાડા, નારાયણપુર, બસ્તર અને બીજાપુરની સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ અને સીઆરપીએફના જવાનોની ટીમ માઓવાદી ઑપરેશનમાંથી પાછી ફરી રહી હતી, ત્યારે જ આ હુમલો થયો.
પોલીસ અનુસાર સોમવારે બપોરે જવાનોની ટીમ થાણા કુટરૂની ગ્રામ ઍસેમ્બ્લી પાસેથી પસાર થઈ રહી હતી, એ સમયે સુરક્ષા દળોનું એક વાહન આઈઈડી બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયું.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સ્થળ પર જ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના આઠ જવાન અને એક વાહનચાલકનાં મૃત્યુ નીપજ્યાં. કેટલાક જવાનો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે.
