1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
  4. idli sambhar free

ગજબનો સેવા ભાવ- ગરીબોને મફતમાં ઈડલી ખવડાવે છે 70 વર્ષીય રાની

idli sambhar free
તમિલનાડુના કોયંબટૂરમાં એક રૂપિયામાં ઈડલી વેચતી અમ્મા કમલનાથમ પછી હવે અગ્મિ તીર્થમમાં નિવાસ કરતી 70 વર્ષીય વૃદ્ધ મહિલા રાણીની સેવા ભાવનાની ચર્ચા થઈ રહી છે. રામેશ્વરની પાસે ફુટપાથ પર દુકાન ચલાવતી આ વૃદ્ધ મહિલા ગરીબોને મફતમાં ઈડલી સાંભર ખવડાવે છે. 
 
રાણીએ જણાવ્યુ એ તે ઈડલીની એક થાળી માટે 30 રૂપિયા લે છે, પણ ગ્રાહકો પર પૈસા માટે દબાણ નથી નાખતી. જેની પાસે પૈસા નથી તે લોકોને તે મફત ઈડલી ખવડાવે છે. તે અત્યારે પણ ભોજન રાંધવા માટે ઈધણ રૂપમાં લાકડીના ચૂલ્હાંપ ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના કોયંબટૂર જિલ્લાની 80 વર્ષની મહિલા કમનાથમ તેમના ગામમાં કામ કરતા મજૂરોને માત્ર એક રૂપિયામાં ભર પેટ ઈડલી સાંભર ખવડાવે છે. કમલનાથમની સ્ટોરી સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયું હતું. બિજનેસ ટાયકૂન મહિંદ્રા સમૂહના અધ્યક્ષ આનંદ મહિંદ્રાએ પણ તેને એક સાધારણ ઝોપડીમાં ઈડલી તૈયાર કરતા વીડિયો શેયર કર્યું હતું. જ્યારે સરકારએ આગળ વધીને તેને એલપીજી કનેકશનની સુવિધા આપી. 
ये भी पढ़ें
વાયરલ- પ્રિંસિપલએ છાત્રના 16 સ્માર્ટફોન તેમની સામે જ હથોડાથી તોડ્યા