1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Besan-Paneer Stuffed Chilli

બેસન-પનીર સ્ટફ્ડ ચીલા: સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી

Paneer Besan Chilla
સામગ્રી:
 
ચીલા માટે:
 
1 કપ બેસન
¼ ચમચી હળદર
½ ચમચી લાલ મરચું પાવડર
½ ચમચી અજમો
મીઠું સ્વાદ મુજબ
2 ચમચી ઝીણું સમારેલું લીલું ધાણું
પાણી જરૂર મુજબ
તેલ અથવા ઘી શેકવા માટે
 
સ્ટફિંગ માટે:
 
150 ગ્રામ પનીર (છીણેલું)
1 નાની ડુંગળી (ઝીણી સમારેલી)
1 લીલું મરચું (ઝીણું સમારેલું)
2 ચમચી લીલું ધાણું
¼ ચમચી કાળા મરી પાવડર
½ ચમચી ચાટ મસાલો

બનાવવાની રીત:

એક બાઉલમાં બેસન, હળદર, લાલ મરચું, અજમો, મીઠું અને લીલું ધાણું મિક્સ કરો.
તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને ગાંઠ વગરનું મધ્યમ જાડું ખીરું તૈયાર કરો. તેને 10 મિનિટ ઢાંકીને રાખો.
બીજા બાઉલમાં છીણેલું પનીર, ડુંગળી, લીલું મરચું, લીલું ધાણું, કાળા મરી પાવડર, ચાટ મસાલો અને મીઠું મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
ગરમ તવા પર થોડું તેલ લગાવી બેસનનું ખીરું પાથરી ગોળ ચીલો બનાવો.
એક બાજુ હળવો શેકાઈ જાય પછી તેના ઉપર પનીરનું સ્ટફિંગ સમાન રીતે પાથરો.
ચીલાને અડધો વાળી બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
ગરમાગરમ ચીલાને લીલી ચટણી, ટમેટા સોસ અથવા દહીં સાથે સર્વ કરો.
આગળનો લેખ
Names of Goddess Parvati for Baby Girl- દેવી પાર્વતીથી પ્રેરિત નામ