ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી
સામગ્રી:
દૂધ – 1 લિટર
મિક્સ ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા) – ½ કપ, સમારેલા
કિસમિસ – 2 ચમચી
ખાંડ – 4–5 ચમચી (સ્વાદ અનુસાર)
ALSO READ: કોપરા પાકની રેસીપી
એલચી પાવડર – 1/2 ચમચી
કેસર – થોડા તાંતણા (વૈકલ્પિક)
ઘી – 1 ચમચી
ALSO READ: ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત
બનાવવાની રીત:
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને કિસમિસને હળવા શેકી લો.
હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉકાળો અને ધીમા તાપે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને ખાંડ ઉમેરો અને 5–7 મિનિટ પકાવો.
હવે એલચી પાવડર અને કેસર ઉમેરો.
બરાબર મિક્સ કરીને વધુ 2 મિનિટ પકાવો.
ખીરને ગરમ અથવા ઠંડી પીરસી શકો છો