શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2023 (18:04 IST)

Russia Ukraine War - પુતિન પર જીવલેણ હુમલા બાદ રૂસનો પલટવાર, યૂક્રેન પર બોમ્બનો વરસાદ, 21 લોકોના મોત

Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક હુમલા બાદ રોષે ભરાયેલા રશિયાએ યુક્રેન પર ખતરનાક વળતો હુમલો કર્યો છે. યુક્રેનમાં વિસ્ફોટકો સાથે ડ્રોનનો વરસાદ થતાં ખળભળાટ મચી ગયો છે. રશિયાના આ જવાબી હુમલામાં યુક્રેનના 21 લોકોના મોત થયા છે. પુતિન પરના ઘાતક ડ્રોન હુમલાના જવાબમાં રશિયાએ આ હુમલો કર્યો છે. વાસ્તવમાં, ગઈકાલે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાષ્ટ્રપતિ મહેલ 'ક્રેમલિન' પર ઘાતક ડ્રોન હુમલો થયો હતો. જો કે એ સમયે પુતિન ક્રેમલિનમાં નહોતા. પણ આટલી મોટી સુરક્ષા પછી પણ પુતિન પર થયેલ જીવલેણ ડ્રોન હુમલથી રૂસ ભડકી ગયુ.  રૂસે ગઈકાલે જ ચેતાવણી આપતા કહ્યુ હતુ કે પુતિન પર જીવલેણ ડ્રોન હુમઊ પછી રૂસ પણ જવાબી કાર્યવાહીનો અધિકાર રાખે છે. રૂસે ઘટનાનો વીડિયો પણ રજુ કર્યો હતો.  ત્યારબાદ રૂસ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી. જેમા 21 યુક્રેની લોકોના જીવ ગયા છે. 
 
રશિયાએ ગુરુવારે યુક્રેનની રાજધાની કિવ અને દેશના અનેક મોટા શહેરો પર જોરદાર હુમલા કર્યા છે. કિવ, ઓડિશા સહિત અનેક શહેરોમાં ભીષણ વિસ્ફોટ થયા છે. યુક્રેને કહ્યું છે કે રશિયન બાજુ પર ડઝનેક લેન્ડમાઈન ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા બાદ યુક્રેને પોતાની એર ડિફેન્સ સિસ્ટમને એલર્ટ કરી દીધી છે. જાણકારી અનુસાર, રશિયાના આ ભીષણ હુમલામાં ખેરસન વિસ્તારમાં 21 થી વધુ લોકોના મોતના સમાચાર છે.
 
ઝેલેન્સકીએ હુમલાનુ કર્યુ હતુ ખંડન  
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિન પરના ઘાતક ડ્રોન હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાના રશિયાના આરોપને નકારી કાઢ્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું કે 'યુક્રેન પુતિન કે મોસ્કો પર હુમલો કરતું નથી. અમે અમારી જમીન માટે લડી રહ્યા છીએ. અમે અમારા ગામો અને શહેરોનો બચાવ કરી રહ્યા છીએ.દરમિયાન રશિયન હુમલાને કારણે કિવ અને અન્ય શહેરોમાં વહેલી સવારથી જોરદાર ધડાકા સંભળાયા હતા.
 
યુક્રેને તોડી પાડ્યા 18 રશિયન ડ્રોન 
બીજી તરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે કિવમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના 24માંથી 18 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. કિવના વહીવટીતંત્રનું કહેવું છે કે છેલ્લા 4 દિવસમાં ત્રીજી વખત રશિયાએ મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે, જેને હવામાં નષ્ટ કરી દેવામાં આવ્યો છે.
 
 યુક્રેનની સાથે ઉભા છેનાટો અને અન્ય યુરોપિયન દેશો
યુરોપીયન દેશો નથી ઈચ્છતા કે યુક્રેન પાસે દારૂગોળો અને મિસાઈલોની અછત રહે અને તે પણ એવા સમયે જ્યારે ક્રેમલિન કિવ પર ઉગ્ર વળતો હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. યુરોપિયન યુનિયનની આ મંજૂરી 2025 માટે રહેશે. તે સ્પષ્ટ છે કે જો યુદ્ધ 2025 સુધી ચાલુ રહેશે તો પણ યુરોપિયન યુનિયન યુક્રેનને દારૂગોળો અને મિસાઇલોની સપ્લાય કરવાનું ચાલુ રાખશે. જેથી તે રશિયા સામે નબળો પડી ન જાય.