Budget For Women 2023 - બજેટમાં નાણા મંત્રીએ મહિલાઓને આપી મોટી ભેટ, શરૂ થઈ આ ખાસ બચત યોજના
નાણામંત્રીએ સામાન્ય બજેટમાં મહિલાઓને મોટી ભેટ આપી છે. મહિલાઓને બચત તરફ આકર્ષવા માટે નવી બચત યોજના શરૂ કરવામાં આવી છે. નાણામંત્રીએ મહિલા સન્માન બચત યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બે વર્ષની સ્કીમમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી મહિલાઓમાં બચત કરવાની આદત વધશે. ઉપરાંત, તેમને રોકાણ પર વધુ સારું વળતર મળશે.
વરિષ્ઠ નાગરિકોને પણ ભેટ
નાણામંત્રીએ દેશના વરિષ્ઠ નાગરિકોને પણ ભેટ આપી છે. સીનિયર સિટીજન સેવિંગ સ્કીમની સીમાને વધારીને 30 લાખ કરી દેવામાં આવ્યુ છે. તેનાથી દેશભરના કરોડો વરિષ્ઠ નાગરિકોને ફાયદો મળશે.