શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By

Mahashivratri 2025 - મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની ?

Shivling
Shivling
લોકો અનેક વાર આ દ્વિધામાં રહે છે કે મહાશિવરાત્રિ પર શિવ મૂર્તિની પૂજા કરવી જોઈએ કે શિવલિંગની ? મહશિવરાત્રી પર તમે શિવના કોઈપણ રૂપની પૂજા કરી શકો છો. ભગવાન શિવ ભક્તોની દરેક પ્રકારની પૂજા સ્વીકારી લે છે તેથી જ તો તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. પરંતુ શિવલિંગ કે શિવ મૂર્તિની પૂજા કરતા પહેલા તમારે બંને વચ્ચેનુ અંતર જાણવુ જરૂરી છે જેથી તમે યોગ્ય રીતે પૂજા કરીને તેનુ ફળ મેળવી શકો. 
 
 Shiv Murti Puja Aur Shivling Puja  - 26 ફેબ્રુઆરી બુધવારના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર દુનિયાભરમાં ઉજવાશે.  મહશિવરાત્રિના દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજાનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરે છે તેના બધા કષ્ટ દૂર થઈ જાય છે. 
 
બીજી બાજુ મોટેભાગે એવુ જોવા મળે છે કે મંદિર જઈને પૂજા કરવાના સ્થાન પર લોકો ઘરમાં શિવલિંગ કે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરે છે. આ ઉપરાંત તમારામાંથી ઘણા લોકો શિવલિંગ પૂજા સ્થાન પર કે શિવલિંગ પૂજા સાથે ભગવાન શિવની મૂર્તિની પૂજા પણ કરતા હશે. જો કે બંનેની વિધિ અને મહત્વ જૂદા છે. 
 
જ્યોતિષનુ કહેવુ છે કે ભગવાન શિવની મૂર્તિ પૂજા અને તેમના લિંગની પૂજાની વિધિ, મહત્વ અને નિયમ ખૂબ અલગ છે આવામાં અંતર જાણ્યા વગર શિવ મૂર્તિ પૂજા કરવી કે શિવલિંગની પૂજા કરવી ફલિત થતી નથી. તો ચાલો જાણીએ શિવ મૂર્તિ પૂજા અને શિવલિંગ પૂજા વચ્ચે અંતર વિશે વિસ્તારપૂર્વક... 
 
ભગવાન શિવની મૂર્તિ પૂજામાં આસન (આસન પર બેસીને કેમ કરીએ છીએ પૂજા) જરૂરી માનવામાં આવ્યુ છે જ્યારે કે શિવલિંગ પૂજામાં આસનનુ હોવુ અનિવાર્ય નથી. 
 
ભગવાન શિવની મૂર્તિ પૂજામાં બેસીને પૂજા કરવાનુ વિધાન છે જ્યારે કે શિવલિંગની પૂજા ઉભા થઈને પણ કરી શકાય છે.  
 
ભગવાન શિવની મૂર્તિ પૂજામાં જળથી જ અભિષેકનુ વિધાન છે જ્યારે કે શિવલિંગની પૂજામાં દૂધ, દહી, કેસર, રૂદ્રાક્ષ વગેરે પ્રયોગ કરી શકાય છે.  
 
ભગવાન શિવની મૂર્તિ પૂજામાં તેમને વસ્ત્ર અર્પિત કરી શકાય છે. જ્યારે કે શિવલિંગ પૂજામાં વસ્ત્રોનુ કોઈ સ્થાન નથી.  
 
ભગવાન શિવની મૂર્તિ પૂજામાં માતા પાર્વતીની પણ સાથે પૂજા કરી શકાય છે જ્યારે કે શિવલિંગ પૂજા(મહાશિવરાત્રિ પર કેમ થાય છે શિવલિંગ પૂજા)માં માત્ર ભગવાન શિવની જ પૂજા થાય છે.
 
ભગવાન શિવની મૂર્તિ પૂજા માટે તેમને ઘરના મંદિરમાં સ્થાપિત કરી શકાય છે જ્યારે કે શિવલિંગ ઘરના મંદિરમાં સ્થાપિત કરવુ વર્જિત માનવામાં આવે છે. 
 
-ભગવાન શિવની મૂર્તિ પૂજા પુરુષો સાથે મહિલાઓ પણ કરી શકે છે જ્યારે કે શિવલિંગ પૂજામાં મહિલાઓનો સ્પર્શ બાધિત છે.  
 
- ભગવાન શિવની મૂર્તિ પૂજા પછી તેમની પૂર્ણ પરિક્રમા લગાવવામાં આવે છે જ્યારે કે શિવલિંગ પૂજા પછી અડધી પરિક્રમા લગાવવાનો નિયમ છે.