સંબંધિત સમાચાર
- સુરતમાં સૌથી વધુ વિરોધ થયો તે ઓલપાડના એમએલએ મુકેશ પટેલ ટીકીટ લઈ આવ્યા
- Surat News - સુરતમાં 12માંથી 5 બેઠકો પર ધારાસભ્યો રીપિટ થયાં, બાકીની સાત પર શું થશે?
- CM રૂપાણીના મત વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર કરતાં લખાણો લખાયાં
- ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો, વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું
- ભારતની આર્થિક સ્થિતિ અતિ ખરાબ, અરૂણ જેટલી રાજીનામું આપે - ભાજપના નેતા યશવંતસિંહા
મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે તેવી વાતો કરનારા ભાજપે બે મહિલાઓની ટિકિટ કાપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ત્રણ ઉમેદવારોનું પત્તુ કાપી નાખ્યું છે. સુરેન્દ્રનગરના ભાજપના સિટિંગ ઉમેદવાર વર્ષાબેન દોશી સામે સ્થાનિક લેવલે ભારે રોષ હતો. સ્વાભાવિક જ હતું કે આ વખતે વર્ષાબેન દોશીનું પત્તુ કપાય. ભાજપે તેમના સ્થાને ધનજીભાઈ પટેલને ટિકિટ આપી છે. ધનજીભાઈ સુરેન્દ્રનગરમાં સારી નામના ધરાવે છે. તેમને ભાજપમાંથી ટિકિટ મળશે તેવી ચર્ચા છેલ્લા બે વર્ષથી ચાલતી હતી. મહુવા બેઠક પરથી સિટિંગ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાની ટિકિટ કપાયી છે. તેમની જગ્યાએ તેમના પતિ રાઘવજી મકવાણાને ટિકિટ આપી છે. મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે તેવી વાતો કરનારા ભાજપે બે મહિલાઓની ટિકિટ કાપી છે. તેમના સ્થાને જીતી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જોવાનું એ રહે છે કે ભાજપની રણનીતિ કેટલાં અંશે સફળ નિવડે છે.
