સંબંધિત સમાચાર
- ઈંદિરા ગાંધીને ગિરફતાર કરનાર તમિલનાડુના પૂર્વ ડીજીપીની મોત
- વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુરૂદાસ કામતનુ નિધન
- પુનમ ઢિલ્લનની પુત્રી પલોમા બની ઈંટરનેટ સેંસેશન, photos માં જુઓ બોલ્ડ લુક
- માંગમાં સિંદૂર અને લાલ ચૂડો પહેરી નુસરત જહાં પતિની સાથે પરત ભારત આવી, એયરપોર્ટ પર થયું જોરદાર સ્વાગત
- રૂપસાએ જીત્યું સુપર ડાંસર ચેપ્ટર-3 અને અતુલ અગ્નિહોત્રીનો બર્થડે સાથે આ છે મનોરંજનની મોટી ખબર
અભિનેત્રી- ડાયરેક્ટર વિજયા નિર્મલાનું 73 વર્ષની વયે નિધન
તેલુગુની જાણીતી અભિનેત્રી અને ડાયરેક્ટર વિજયા નિર્મલાનું ગુરૂવારે હૈદરાબાદમાં 73 વર્ષની વયે નિધન થયું છે. 20 જાન્યુઆરી,1946ના રોજ જન્મેલી એક્ટ્રેસ 44 તેલુગુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે.
2008માં તેલુગુ સિનેમાના પુરસ્કાર રઘુપીઠ વેંકૈયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિજયા નિર્મલાએ માત્ર 7 વર્ષની ઉંમરથી જ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વિજ્યાએ ઈંગા વીત્તૂ પેને, પનામા પાસામા, એ એનમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સાક્ષી ફિલ્મના સેટ પર તેની મુલાકાત એક્ટર કૃષ્ણા સાથે થઈ હતી. જેની સાથે તેણે બીજા લગ્ન કર્યા હતા.
બંનેએ આશરે 47 ફિલ્મોમાં કામ કર્યું. વિજય નિર્મલાએ મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાની આશરે 200 ફિલ્મોમાં કામ કર્યું. નાના પડદા પર પણ તેણે હાથ અજમાવ્યો હતો.
