વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુરૂદાસ કામતનુ નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરૂદાર કામત (63)નુ આજે નિધન થઈ ગયુ. મહારાષ્ટ્ર કોગ્રેસના વરિષ્ઠ નેતા કામતે દિલ્હીના ચાણક્યપુરી સ્થિત પ્રાઈમસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કામત લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા જેના કારણે તેમને દિલ્હીના પ્રાઈમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓ ઓલ ઈંડિયા કમિટીના મહાસચિવ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય રહી ચુક્યા છે. સાથે જ નોર્થ વેસ્ટ મુંબઈથી 2014 સુધી સાંસદ પણ રહ્યા. કોંગ્રેસે તેમને ગુજરાત, રાજસ્થાન, દાદરા અને નગર હવેલી, દમન અને દીવની જવાબદારી સોંપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અને આઇઇસીસીના મહાસચિવ ગુરૂદાસ કામતે પાર્ટીમાં પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. કામતે એક નિવેદનમાં રાજકારણમાંથી રિટાયર્ડ થવાનો ઇશારો કરતાં કહ્યું હતું કે હું કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યો હતો અને તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવા અંગે ચર્ચા કરી હતી. કામતે કહ્યું હતું કે મેં રાહુલ ગાંધીને તમામ જવાબદારીઓમાંથી મુકત કરવાનો અનુરોધ કર્યો હતો.