શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Updated : મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (11:56 IST)

અયોધ્યામાં શ્રદ્ધાળુઓને નહીં પડે ઠંડી

ayodhya ram mandir
- આશ્રયસ્થાનોમાં બોનફાયરની વ્યવસ્થા 
- રોજના 1 લાખ ભક્તોના આગમનનો અંદાજ
 
અયોધ્યામા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અયોધ્યા જેને જોતા સીએમ યોગીએ આશ્રયસ્થાનોની સંખ્યામાં વધારો કરવા સૂચના આપવામાં આવી છે.
 
Ram mandir- રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકરમને જોતા અને પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી અયોધ્યાથી આવનારા શ્રદ્ધાળુઓને જોતા ઉત્તર પ્રદેશ સરકાર સતત તૈયારીઓમાં લાગેલી છે. યુપી સરકારએ અધિકારીઓને નિર્દેશિત કરતા અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને ખાસ સુવિધાઓ આપવાના નિર્દેશ આપ્યા છે. 
 
યોગી સરકારે અધિકારીઓને સૂચના આપી છે કે અયોધ્યામાં ગરીબ વર્ગના શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને નાઇટ શેલ્ટર્સને સ્વચ્છ રાખવા અને ત્યાં યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ સાથે યોગી સરકારે આશ્રયસ્થાનોમાં બોનફાયરની વ્યવસ્થા કરવા માટે 10 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે.

રોજના 1 લાખ ભક્તોના આગમનનો અંદાજ
અનુમાન મુજબ, 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં તેમના દર્શન કરવા માટે દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ આવશે. આવી સ્થિતિમાં તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.