Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત
Gauri Vrat - ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
બુધવાર, 19 જુલાઈ, 2024 ના રોજ શરૂ થાય છે, અને રવિવાર, 21 જુલાઈ, 2024 ના રોજ સમાપ્ત થાય છે
કોકિલા વ્રત - શનિવાર - 24 જુલાઈ, 2024
જયા પાર્વતીનું વ્રત ક્યારે છે
જયાપાર્વતી વ્રત પ્રારંભ- ,શુક્રવાર 19 જુલાઈ, 2024
જયાપાર્વતી વ્રત 2024 સમાપ્તિ- 24 જુલાઈ, 2024
ગૌરી વ્રત 2024 તારીખ (પ્રારંભ) - શુક્રવાર , 19 જુલાઈ, 2024
ગૌરી વ્રત 2024 તારીખ (સમાપ્તિ) - રવિવાર, 21 જુલાઈ, 2024
ગૌરીવ્રતનુ મહત્વ
આ તહેવાર શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે. તેને ભારતના અનેક ભાગમાં મોરકત વ્રત પણ કહે છે. કારણ કે આ તહેવારમાં મીઠુ નથી ખાવામાં આવતુ અને 5 દિવસ મોઢુ મોળુ રાખવુ પડે છે. આ તહેવાર અમદાવાદમાં અગિયારસથી શરૂ થાય છે અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે. જ્યારે કે વડોદરામાં આ તહેવાર તેરસથી શરૂ થાય છે. બીજના દિવસે સમાપ્ત થાય છે. યુવતીઓ પોતાના પરિવાર માટે આ વ્રત કરે છે. આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે.
હિન્દુ કેલેંડર મુજબ આ વ્રત અષાઢ મહિનામાં ઉજવાય છે. અષાઢ એકાદશી (દેવ શયની એકાદશી)થી ગુરૂ પૂર્ણિમા (જેને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે) સુધી આ પાંચ દિવસ ભારતના પશ્ચિમ ભાગમાં વિશેષ રૂપતી ગુજરાતમાં પંચક કે ગૌરી પંચકના રૂપમાં ઉજવાય છે.
Edited By- Monica sahu