સંબંધિત સમાચાર
- Live IPL 2021 SRH Vs DC- દિલ્હી કેપિટ્લ્સ સુપર ઓવરમાં જીત્યો
- Live IPL 2021- CSK Vs RCB- રવિંદ્ર જડેજાના ઑલરાઉંડ પ્રદર્શનના આગળ બેગ્લોરની હાર, ચેન્નઈએ 69 રનથી મેચ જીત્યો
- IPL 2021 SRH Vs DC - મોહમ્મદ કૈફએ જણાવ્યુ કે સનરાઈજર્સ હેદરાબાદ માટે ક્યાં ખેલાડીથી બચીને રહેવું પડશે
- હેપી બર્થ ડે Sachin Tendulkar: શુ તમે જણો છો સચિને સૌથી પહેલા કંઈ ગાડી ખરીદી હતી ? જાણીને હેરાન થઈ જશો.
- IPL 2021, CSK vs KKR: રસેલ-કમિંસની તોફાની રમત કામ ન આવી, ચેન્નઈ 18 રનથી જીત્યુ મેચ
IPL 2021: ઓસ્ટ્રેલિયાના બોલર પૈટ કમિંસએ બતાવ્યુ મોટુ દિલ, પીએમ કેયર ફંડમાં આપ્યા 37 લાખ
ભારતના અનેક શહેરોના હોસ્પિટલોમાં ઓક્સીજનની કમી હોવથી આઈપીએલ 2021માં કલકત્તા નાઈટ રાઈડર્સની તરફથી રમાય રહેલ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પૈટ કમિંસે લગભગ 37 લાખની મદદનુ એલાન કર્યુ છે. તેમણે ગરીબ લોકોની મદદ માટે પીએમ કેયર્સ ફંડમાં 50 હજાર ડૉલર આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરતા લખ્યુ કે ભારત એક એવો દેશ છે જયા છેલ્લા કેટલાક વર્ષોથી મને ખૂબ પ્રેમ મળ્યો છે અને અહીના લોકો પણ ખૂબ પ્રેમાળ અને સપોર્ટિંગ છે. હુ જાણુ છુ કે કેટલાક સમયથી આ દેશમાં કોરોના વાયરસના કારને ખૂબ મુશ્કેલીઓ ઉભી થઈ છે. જેના કારણે આખા દેશના હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી થઈ રહી છે. આવામાં એક ખેલાડી હોવાને નાતે, મે પીએમ કેયર્સ ફંદમાં 50 હજાર યુએસ ડોલર (લગભગ 37 લાખ) રૂપિયા મદદના રૂપમાં આપવા માંગુ છુ.
— Pat Cummins (@patcummins30) April 26, 2021
તેમણે આગળ લખ્યુ કે, હુ મારા સાથી ખેલાડીઓને પણ વિનંતી કરુ છુ કે તે પણ મદદ માટે આગળ આવી. આ સમય દરેક વ્યક્તિ ખુદને અસહાય અનુભવી રહ્યો છુ. કદાચ મને મોડુ થઈ ગયુ છે પણ આના માધ્યમથી અમે લોકોના જીવનમાં અજવાળુ લાવવાની કોશિશ કરીશુ. તેમણે છેવટે લખ્યુ કે ભલે મારી મદદ મોટી ન હોય પણ તેનાથી કોઈની જીવનમાં ફેરફાર આવી શકે છે.
સુપર ઓવરમાં હાર પર છલક્યુ કેન વિલિયમસનનુ દર્દ, જાણો શુ કહ્યુ
અમને જણાવી દઇએ કે કોરોનાને કારણે ભારતમાં કથળી રહેલી પરિસ્થિતિને કારણે ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ આઈપીએલ 2021 થી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. જેમાં એન્ડ્ર્યુ ટાઇ, એડમ જામ્પા અને કેન રિચર્ડસનનો સમાવેશ છે જેમણે હાલની સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જામ્પા અને રિચાર્ડસન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. જો કે એ બંને ખેલાડીઓ ટૂર્નામેંટમાંથી હટવા છતા ગ્લેન મૈક્સવેલ, ડૈન ક્રિસ્ટિયન અને ડૈનિયલ સૈમ્સના રૂપમાં ત્રણ વધુ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર્સ છે, જે આરસીબી ટીમ સાથે જોડાયેલા રહેશે. હાલ ઓવરઓલ આઈપીએલ 2021માં 14 ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર્સ કાયમ રહેશે. જેમા ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને પૈટ કમિંસ જેવા મોટા નામ સામેલ છે.
