હેપી બર્થ ડે Sachin Tendulkar: શુ તમે જણો છો સચિને સૌથી પહેલા કંઈ ગાડી ખરીદી હતી ? જાણીને હેરાન થઈ જશો.
ભારતીય ક્રિકેટ ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) આજે એટલે કે 24 એપ્રિલે 48 વર્ષના થઈ ગયા છે. વર્ષ 2014 માં પોતાના લાંબા આંતરરાષ્ટ્રીય કેરિયરને અલવિદા કહેનાર સચિનની હાજરી આજે પણ લોકોમાં એક નવા ઉત્સાહનો ઉમેરો કરે છે. તેમનું જીવન ખુલ્લા પુસ્તક જેવું રહ્યું છે. પરંતુ તમે કદાચ જ સચિનની કારના સંગ્રહ વિશે જાણતા હશો. જેના વિશે આજે અમે તમને બતાવી રહ્યા છીએ.
2002 માં, સચિનને ફોર્મુલા 1 રેસના ચેમ્પિયન માઇકલ શુમાકરે સર ડૉન બ્રેડમેનના 29 ટેસ્ટ સદીની બરાબરી કરવા પર ફેરારીની 360 મોડેના ભેટ કરી હતી. સચિને કહ્યું કે આ કાર ખૂબ સારી બતાવી હતી. પરંતુ થોડા વર્ષો બાદ સચિને આ કાર સુરતના વેપારીને વેચી દીધી.
ફેરારી પછી સચિન તેંદુલકરે નિસ્સાન જીટી આર કાર ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર ખૂબ જ લકઝરે કાર છે અને તેને નિસાન ઓર્ડર પર જ તૈયાર કરે છે. જો કે સચિને તેને 2017માં વેચી દીધી.
સચિન પાસે BMW X 5 એસયૂવી પણ હતી. જેને સચિને 2002માં ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે એ સમયે આ કાર સૌથી દુર્લભ એસયૂવીમાં ઓળખાતી હતી. બીજી બાજુ સચિનને એસયૂવી પ્રત્યે ઘણો પ્રેમ હતો અને સચિન તેનો ઉપયોગ પણ ખૂબ કરતા હતા. પણ 2018માં સચિને આ એસયૂવીને 21 લાખ રૂપિયામાં વેચી દીધી.
સચિન પાસે હાલ DC modified BMW i8 કાર છે. જેને સચિને 2012માં ખરીદી હતી. બીજી બાજુ તમને બતાવી દઈએ કે સચિન BMWના બ્રાંડ એંબેસેડર પણ છે.
સચિને પોતાની પહેલી કાર મારુતિ 800 ખરીદી હતી. આ કારને ઈંડિયામાં 1983માં લોન્ચ કરવામાં આવી હતી. સચિન ત્યારે આ કારને ખરીદવા માંગતા હતા. પણ સચિન મારુતિ 800ને 1989માં ખરીદી શક્યા.