જીવનમાં સંતુલન, શાંતિ અને આનંદનો માહોલ રહેશે તેમજ રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. શેરબજાર કે લાંબા ગાળાના રોકાણમાંથી સારો એવો આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ સંબંધો ખૂબ જ મધુર રહેશે અને દાંપત્યજીવનમાં ખુશીઓ ભરપૂર રહેશે.
1 સામાન્ય અને આરોગ્ય: જીવનમાં સંતુલન, શાંતિ અને આનંદનો માહોલ જળવાઈ રહેશે અને રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. સ્વાસ્થ્ય એકંદરે ઘણું સારું રહેશે પણ ત્વચા કે કિડની સંબંધિત નાની-મોટી તકલીફો પ્રત્યે જાગૃત રહેવું. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
2 ધન અને બિઝનેસ: આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને શેરબજાર કે લાંબા ગાળાના રોકાણમાંથી સારો એવો આર્થિક લાભ થશે. બિઝનેસમાં ભાગીદારીથી મોટો ફાયદો થશે. નવા ગ્રાહકો જોડવાથી વેપારનો વ્યાપ વધશે.
3 અભ્યાસ: ડિઝાઇનિંગ, ફેશન, આર્કિટેક્ચર અને કળા ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સુવર્ણ તકો લઈને આવશે. નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને મનગમતી કોલેજમાં પ્રવેશ મળી શકશે.
4 લવ લાઈફ અને મેરેજ લાઈફ: લવ લાઈફ ખૂબ જ રોમેન્ટિક અને મધુર રહેશે. અવિવાહિત જાતકોના જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. દાંપત્યજીવનમાં પરસ્પર પ્રેમ અને ખુશીઓ જળવાઈ રહેશે.
ઉપાય: દરરોજ અથવા દર શુક્રવારે ઘરમાં કપૂર પ્રગટાવવું અને લક્ષ્મીજીના મંદિરે સફેદ ફૂલ અર્પણ કરવા. સફાઈ કર્મચારીઓને યથાશક્તિ દાન આપવું.