આ વર્ષ આપના માટે આયોજનબદ્ધ અને વ્યવસ્થિત રીતે કામ કરીને પરફેક્શન લાવવાનું રહેશે. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ માટે મહેનત રંગ લાવશે અને સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે.
1 સામાન્ય અને આરોગ્ય: આ વર્ષ આપના માટે આયોજનબદ્ધ અને વ્યવસ્થિત રીતે કામ કરવાનું રહેશે જેથી દરેક કામમાં પરફેક્શન આવશે. વાયુ, સાંધા કે પાચનને લગતી નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહી શકે છે. માટે ખાવા-પીવામાં અનિયમિતતા ન રાખવી અને નિયમિત સૂર્ય નમસ્કાર કરવા.
2 ધન અને આરોગ્ય: નાણાકીય લેવડ-દેવડ અને વ્યવહારોમાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. બિઝનેસમાં નવી યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકી શકશો પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો અનિવાર્ય છે. શેરબજારમાં રોકાણ સમજી વિચારીને કરવું.
3 અભ્યાસ: એકાઉન્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, ગણિત અને ફાઇનાન્સના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે. કઠોર પરિશ્રમથી જ ધારેલું લક્ષ્ય અને સફળતા પ્રાપ્ત થશે. વાંચનમાં એકાગ્રતા વધશે.
4 લવ લાઈફ અને મેરેજ લાઈફ: પ્રેમ સંબંધોમાં પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવવી ખૂબ જરૂરી છે. વિવાહિત જીવનમાં પતિ-પત્ની વચ્ચે ઘરની જવાબદારીઓને લઈને ઉત્તમ તાલમેલ જોવા મળશે. જેનાથી પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે.
ઉપાય: દર બુધવારે ભગવાન ગણેશને લાડુ ધરાવવા અને 'ઓમ ગણપતયે નમઃ' મંત્રની માળા કરવી. કોઈ ગરીબ વિદ્યાર્થીને ભણવાની વસ્તુઓનું દાન કરવું.