સંબંધિત સમાચાર
- ટીકટોક પર ફેમસ થવા દંપતિનો વીડિયો કરી દીધો વાયરલ અને પછી...
- Weather Updates - ક્યાંક વાદળાં તો ક્યાંક માવઠાની આગાહી, ગુજરાતનું આ શહેર બન્યું ઠંડુગાર
- ઝારખંડમાં છઠ્ઠ પૂજા દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે જેમાં 4 બાળકોના મોત થયા છે.
- અમદાવાદમાં ઈન્દિરા બ્રિજના ઘાટ પર 400 લોકોની મર્યાદામાં આવતીકાલે છઠ પૂજા યોજાશે,14.50 લાખ લિટર પાણીથી ઘાટ ભરી દેવાશે
- કેજરીવાલની મોટી જાહેરાત- હળવા ઇલેક્ટ્રિક વાહનો માટે, પર્સનલ ચાર્જર ઇન્સ્ટોલ કરવાની યોજના
વિશ્વએ ભારતીય રસીની તાકાત ઓળખી, 96 દેશોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને માન્યતા આપી
ભારતીય કોરોનાની રસી દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. મંગળવારે દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિશ્વના 96 દેશોએ રસી અને કોવિશિલ્ડને માન્યતા આપી છે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે આ બંને કોવિડ -19 રસીઓને વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL) પણ મળી છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "WHO એ અત્યાર સુધીમાં EULમાં આઠ રસીઓનો સમાવેશ કર્યો છે. અમને આનંદ છે કે આમાંથી બે ભારતીય રસી છે - Covaxin અને Covishield. વિશ્વના 96 દેશોએ આ બંને રસીઓને માન્યતા આપી છે."
જે 96 દેશોએ બંને રસીઓને માન્યતા આપી છે તેમાં કેનેડા, યુએસ, ઓસ્ટ્રેલિયા, સ્પેન, યુકે, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, રશિયા અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.
